જ્યારે તમારા મનપસંદ કપડા પર ડાઘ પડી જાય છે ત્યારે તેને ફરી નથી પહેરી શકાતા, એવામાં જો કપડા મોંઘા હોય તો વધુ દુખ થાય છે. આને સાફ કરવા ઘણા ડિટર્જન્ટ અને વોશિંગ પ્રોડક્ટ્સ ઉપયોગમા લેવા છતા પણ જીદ્દી ડાઘ નીકળતા નથી, અને કપડા પણ ખરાબ થાય છે. આ સ્ટોરીમાં આપણે 7 એવા હેકસ જોઈશું જે કપડા પરથી ડાઘ દૂર કરવામાં મદદ કરશે
તેલના ડાઘ ઉપર બેબી પાવડર લગાવી શકાય છે, તેને પૂરતી માત્રા છાંટો, આ પાવડર તેલને શોષી લે છે અને ડાઘ દૂર કરે છે. આ પછી તેને ધોઈ લો.
સફેદ કપડા પર ડાઘને સાફ કરવા લીંબુનો રસનો ઉપયોગ કરો, પછી કપડાને તડકામાં સુકવી દો, થોડી વાર પછી તેને નોર્મલ પાણીથી ધોઈ લો
કપડાની બગલ પર ઘણીવાર પરફ્યુમના નિશાન રહી જાય છે તેને સાફ કરવા સરકો ઉપયોગી બને છે, ડાઘ વાળી જગ્યાને સફેદ સરકામાં ડુબાડો, થોડી વાર તેમા ડુબાડી રાખી ધોઈ લો
કપડા પરના જીદ્દી ડાઘ દૂર કરવા માટે લીંબુનો રસ અને ખાવાનો સોડા મિક્સ કરીને દાગવાળી જગ્યા પર લગાવો. થોડા સમય પછી કપડાને ધોઈ લો.
ક્લોરિન બ્લીચનો ઉપયોગ ફક્ત સફેદ કપડા પરના ડાઘને સાફ કરવા માટે કરી શકાય છે અને સામાન્ય રીતે કોટન પર કરી શકાય છે.
જો કપડા પર રંગના ડાઘ લાગ્યો હોય તો તેને દૂર કરવા માટે ગ્લિસરીનનો ઉપયોગ કરવો જોઈએ. ગ્લિસરીન કપડાં પરથી ડાઘ દૂર કરે છે.
જો રેસ્ટોરન્ટમાં જમતી વખતે તમારા કપડા પર ડાઘ પડી જાય છે, તો તરત સોડા મંગાવી તે ડાઘ પર રેડો આ ડાઘને સરળતાથી ધોવામાં મદદ કરશે.