કિચનને સાફ રાખવાની ટિપ્સ


By 06, Mar 2023 12:30 PMgujaratijagran.com

કામની વાત

રસોડાને તમે ગમે તેટલી વાર સાફ કરો પરંતુ તેમાં ગંદકી થઈ જ જાય છે. ક્યારેક રસોઈ બનાવતી વેળાએ તો ક્યારેક બીજા કામ કરતી વેળાએ આ ગંદકી થઈ જાય છે. તેને સાફ રાખવું એ મોટું કામ છે. અહીં અમે એવી ટિપ્સ જણાવીશું

કપડાથી સાફ કરો

રસોડામાં હંમેશા એક કપડું રાખો. રસોડામાં કંઈ નાનું અમથું ઢોળાઈ તો તરત કપડાથી સાફ કરી દો જેથી ગંદકી ફેલાશે નહીં.

કિચન સ્લેબનો ઉપયોગ કરો

કિચન સ્લબનો ઉપયોગ હંમેશા રસોઈ બનાવતી વેળાએ કરો. આ જગ્યાએ વસ્તુઓ ન રાખો જેથી તમારું રસોડું સાફ લાગશે.

સેક્શન પાડો

કિચનને અલગ અલગ સેક્શનમાં વહેંચી દો. રસોઈ બનાવવામાં વપરાતી વસ્તુઓ અને રસોઈ બનાવવામાં ન વપરાતી વસ્તુઓ અલગ અલગ રાખો.

દરરોજ સફાઈ

કચરાના ડબ્બામાં ખતરનાક બેક્ટરિયા હોય છે. તેની ગાર્બેજ બેગને દરરોજ બદલવી જોઈએ અથવા કચરા પેટીને રોજ સાફ કરવી જોઈએ.

ડિશવોશરને ખાલી રાખો

ડિશવોશરને હંમેશા ખાલી રાખવું જોઈએ. તેમા પ્લેટો વધી જવાથી રસોડું ગંદુ થાય છે. તેથી આ કામ પહેલા કરવું.

પહેલા આ કામ કરો

રસોડાને સાફ રાખવા માટે નીચે પડેલી વસ્તુઓને તરત સાફ કરો. નહિંતર તેના પર ચાલવાથી બીજી જગ્યા પણ બગડશે.

શેલ્ફ લાઈનર્સ

ડોઅરમાં શેલ્ફ લાઈનર્સ લગાવો. તેનાથી સફાઈ કરવામાં સરળતા રહે છે.

રસોડાને સાફ રાખવાની આ ટિપ્સ તમને ગમી હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો

Herbal Colors on Holi: હોળી રમો હર્બલ કલરથી, ઘરે બનાવો સરળ રીતે