કોરોના મહામારીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા, કોરોનાથી હાલ લોકોને રાહત મળી રહી છે. આવામાં હવે નવા સંભવિત રોગચાળા વિશે સમાચાર સામે આવી રહ્યા છે. આ મહામારી ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ સંબંધિત કેટલીક માહિતી.
WHOએ આ બીમારીને વાયરસ એક્સ નામ આપ્યું છે, WHO અનુસાર કદાચ આ રોગ વિશ્વમાં ફેલાવા લાગ્યો છે.
માહિતી અનુસાર 1918-1920માં સ્પેનિશ ફ્લૂના કારણે દુનિયાભરમાં લગભગ 5 કરોડ લોકોના મોત થયા હતા. તે જ સમયે વાયરસ Xને કારણે સમાન સંખ્યામાં મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરસ X કોરોના વાયરસ કરતા 7 ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. WHOના આંકડા અનુસાર વિશ્વભરમાં કોરોનાને કારણે લગભગ 70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ નવી બીમારી એટલે કે વાયરસ Xને કારણે 5 કરોડ લોકોના મોત થઈ શકે છે. આ જ કારણ છે કે આ નવી મહામારી કોરોના કરતા અનેકગણો વધુ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ બીમારી નથી પરંતુ એક શબ્દ છે. તે ઈન્ફેકેશનથી ફેલાતા વાયરસ તરીકે વર્ણન કરવામાં આવે છે.
હાલમાં તબીબી વિજ્ઞાન જાણતું નથી કે તે કેવી રીતે થાય છે, તે કોનાથી ફેલાય છે અને તેની શરૂઆત અને અંત શું હશે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરસ X ભવિષ્યમાં એક ભયંકર મહામારી બની શકે છે.
આ સંભવિત વાયરસ વિશે જાણકારીના અભાવને કારણે તેને વાયરસ X નામ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસ પહેલા વાયરસ X પણ હતો, પરંતુ બાદમાં તેનું સ્થાન કોવિડ-19એ લીધું.
એવું માનવામાં આવે છે કે તે વાયરસ, બેક્ટેરિયા અથવા ઈન્ફેક્શન હોઈ શકે છે, જેનો કોઈ ઉપચાર અથવા રસી હશે નહીં. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.