કેન્દ્ર સરકારે ગ્રોસ GST કલેક્શન સપ્ટેમ્બર,2023ના મહિનામાં વાર્ષિક ધોરણે 10 ટકા વધી 1,62,712 કરોડ પહોંચી ગયું છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં આ ચોથા મહિનામાં GST કલેક્શન 1.6 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. વર્તમાન નાણાકીય વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ગ્રોસ GST કલેકશન રૂપિયા 1,62,712 કરોડ થયું છે.
નાણાં મંત્રાલય તરફથી રવિવારે આપેલી માહિતી પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં કેન્દ્રીય GST એટલે કે CGST રૂપિયા 29,818 કરોડ રૂપિયા થયું છે.
જ્યારે રાજ્ય GST એટલે કે SGST રૂપિયા 37,657 કરોડ, એકીકૃત GST એટલે કે IGST રૂપિયા 83,623 કરોડ તથા ઉપકર એટલે કે સેસ રૂપિયા 11,613 કરોડ થયું હતું.