1 અઠવાડિયામાં વજન કેવી રીતે ઓછુ કરી શકાય છે?


By Smith Taral10, May 2024 01:14 PMgujaratijagran.com

વજન ઘટાડવાની પ્રક્રીયા કઠીન હોય છે, ઘણી વાર અનેક ઉપાયો અજમાવ્યા પછી પણ વજન ઓછુ નથી થતુ તેવામાં નિરાશ થવાય છે. જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો આ વસ્તુઓને ધ્યાનમાં રાખો, તમારુ વજન ઝડપથી ઘટી જશે

પાણી પીવો

વજન ઓછું કરવા પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે, આનાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને મેટાબોલિઝમ સારુ રહે છે.

કાર્બોહાઇડ્રેટ્સને ના કહો

કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવાથી વજન વધે છે માટે જો તમારે એક અઠવાડિયામાં વજન ઘટાડવું હોય તો તમારે કાર્બોહાઇડ્રેટ છોડવું પડશે. આ સિવાય તમારા જમવામાં 500 થી 750 કેલરી ઓછી કરો.

લીક્વીડ ફૂડ લો

જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો, લીક્વીડ ફૂડનું વધુ સેવન કરો. લિક્વિડ ડાયટ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

ફળો અને બાફેલી શાકભાજી ખાઓ

સૂકા ફળો, બાફેલા શાકભાજી, સૂપ, ચીઝ, ચિકન, ઈંડા અને છાશનો વગેરેનો સમાવેશ કરો. આ ખાવાથી પેટ ફૂલફીંલીગ લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફળો અને બાફેલી શાકભાજી ખાઓ

સૂકા ફળો, બાફેલા શાકભાજી, સૂપ, ચીઝ, ચિકન, ઈંડા અને છાશનો વગેરેનો સમાવેશ કરો. આ ખાવાથી પેટ ફૂલફીંલીગ લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

યોગ કરો

દરરોજ એકથી બે કલાક યોગ કરવાથી પણ વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે, તમે દરરોજ સૂર્ય નમસ્કાર, ધનુરાસન અને ઉત્કટાસન જેવા યોગ આસનો કરી શકો છો

કસરત કરો

વજન ઘટાડવા માટે કસરત સૌથી જરૂરી વસ્તુ છે,માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ દોડવું જોઈએ આનાથી તમે 500 કેલરી બર્ન કરી શકો છો

કેરીની ગોટલી સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ છે, જાણો ફાયદા