હીમોગ્લોબિન લાલ બ્લડ સેલ્સને બનાવતુ એક મેટલ પ્રોટીન છે. આ શરીરની બધી જ પ્રક્રિયાને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે. ચલો જાણીએ જો હીમોગ્લોબિન ઓછું હોય તો ઘરે જ તરત કેવી રીતે વધારી શકાય?
શરીર હીમોગ્લોબિન ઓછું હોય તો કમજોરી, ચક્કર આવવા, ઘભરામણ, ચીડીયાપણું , થાક , શ્વાસ ફૂલાવો વગેરે જેવી સમસ્ચાઓ જોવા મળે છે.
શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે પાલક, મેથી જેવી પાંદડા વાળા લીલા શાકભાજી તમારી ડાયટમાં ઉમેરો. પાંદડા વાળા લીલા શાકભાજી શરીરને અનેક બિમારીઓથી બચાવે છે.
શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય સ્તર પર લાવવા માટે તમે દ્રાક્ષ,દાડમ,બીટ, કેળા, ગાજર, સફરજન જેવા ફળોનું વધુ માં વધુ સેવન કરો.
બદામ વાળુ દૂધ પણ શરીરમાં હીમોગ્લોબિન વધારવા માટે મદદ કરે છે. બદામ વાળુ દૂધ હ્યદય,હાડકા, ચામડી માટે ગુણદાયી છે.
કાજુ-બદામ, કિશમિશ તથા ખજૂરનું સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન નું પ્રમાણ યોગ્ય સ્તર પર લાવવા માટે ફાયદારુપ સાબિત થાય છે.
શરીરમાં હીમોગ્લોબિન ઓછું હોય તો કેટલાક ગંભીર રોગો થઈ શકે છે.જેમ કે કિડની અને લિવરની બિમારી, હ્યદય સંબધિત બિમારી,એેનેમિયા વગેરે જેવા ગંભીર રોગોનું જોખમ રહે છે.