જો આપણા શરીરમાં લોહીની ઉણપ થઈ જાય, તો તેને પગલે અનેક પ્રકારની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે. જેમાં ચક્કર આવવા અને નબળાઈ અનુભવવી મુખ્ય લક્ષણ છે. એવામાં આજે આપણે હેલ્થ એક્સપર્ટ લવનિત બત્રા પાસેથી જાણીશું કે, કંઈ વસ્તુ ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં લોહી વધારી શકાય છે.
ફૉલિક એસિડ, આયરન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપુર બીટ ખાવા તમારા માટે ફાયદેમંદ નીવડી શકે છે. બીટ તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ઝડપથી વધારવામાં કારગર રહેશે.
જો તમે 15 દિવસમાં જ શરીરમાં લોહી વધારવા માંગતા હોવ, તો તમારે લીલા શાકભાજી જેમ કે પાલક, કોથમીર વગેરેથી બનેલો જ્યૂસ બનાવીને પી શકો છો. જેમાં રહેલા ગુણ શરીરમાં આયરન વધારવામાં સહાયક સાબિત થઈ શકે છે.
લોહીની ઉણપ દૂર કરવા માટે તમે ડાયટમાં ગોળ અને ચણાને સામેલ કરી શકો છો. આ બન્નેના કૉમ્બિનેશનથી શરીરમાં તાકાત પણ આવવા માંડશે. આ માટે દરરોજ સવારે એક ટુકડા ગોળ સાથે પલાળેલા ચણા ખાવાથી બૉડીમાં હિમોગ્લોબિન વધવાનું શરૂ થઈ જાય છે.
શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા માટે તમે દરરોજ દાડમ, બીટ અને ગાજરનું જ્યુસ પી શકો છો. જેનાથી 15 દિવસની અંદર શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધી જાય છે. આ માટે 2-3 ચમચી દાડમના દાણા, બીટના બે કટકા અને 2-3 પીસ ગાજરના ટૂકડા મિક્સરમાં નાંખીને ક્રશ કરી લો. છેલ્લે જ્યૂસમાં એક ચમચી આમલીનું પાણી ઉમેરીને તેને ટેસ્ટી પણ બનાવી શકો છો.
જો તમે વિટામિન Cથી ભરપુર ફળને પણ તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. જેમાં આમળા, મોસંબી, પાઈનેપલ અને લીંબુ વગેરેને ડાયટમાં સામેલ કરવાથી 15 દિવસમાં જ બૉડીમાં હિમોગ્લોબિનનું લેવલ વધી જશે.