ડાયાબિટીસ માટે બિલિપત્ર રામબાણ છે, જાણો તેનું સેવન કેવી રીતે કરવું


By Vanraj Dabhi11, Nov 2023 03:45 PMgujaratijagran.com

ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ

હિંદુ ધર્મમાં જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ બિલિપત્રનું મહત્વ છે. ખાસ કરીને ડાયાબિટીસમાં બિલિપત્રનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન A, B1, B2, Cનો સારો સ્ત્રોત મળી આવે છે. આવો જાણીએ કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે બિલિપત્રનું સેવન કેવી રીતે કરવું જોઈએ.

બિલિપત્રના પાન ચાવવા

વધતી ડાયાબિટીસમાં તમે ખાલી પેટે બિલિપત્રના પાન ચાવી શકો છો. તેના પાન ચાવવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.

બિલિપત્રને પીસીને સેવન કરો

તમે બિલિપત્રના પાનને પીસીને પાણી સાથે લઈ શકો છો. તેના પાનને મિક્સરમાં પીસીને પાણી સાથે લેવાથી તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

બિલિપત્રને ઉકાળીને સેવન કરો

બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે તમે બિલિપત્રાને પાણીમાં ઉકાળીને પી શકો છો. આમ કરવાથી શરીરને ઘણા ફાયદા પણ મળી શકે છે.

બિલિપત્રનો પાવડર

બિલિપત્રને સારી રીતે ધોઈને સૂકવીને પછી તેનો પાવડર બનાવીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે.

બિલિપત્રનો ઉકાળો

ડાયાબિટીસ દરમિયાન તમે બિલિપત્રના પાનને પીસી શકો છો અને તેનો રસ કાઢીને પાણીમાં નાખીને તેને ઉકાળી શકો છો. બિલિપત્રનો ઉકાળો મધમાં મિક્સ કરીને પીવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે.

બિલિપત્ર અને મધ

બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે તમે બિલિપત્ર અને મધ એકસાથે લઈ શકો છો. આમ કરવાથી ડાયાબિટીસ તો કંટ્રોલ થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.

બિલિપત્રનું જ્યુસ

તમે બિલિપત્રાનું જ્યુસ પણ બનાવીને પી શકો છો. આને પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં લાવી શકાય છે. તમે તેમાં મધ મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.

વાંચતા રહો

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે આ રીતે બિલિપત્રનું સેવન પણ કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શરીરમાં કેલ્શિયમની કમી થવા પર જોવા મળે છે આ લક્ષણ