શરીરમાં કેલ્શિયમની કમી થવા પર અનેક પ્રકારની બીમારી થઈ શકે છે. તો ચાલો કેલ્શિયમની કમી થવા પર શરીરમાં ક્યા લક્ષણો જોવા મળે છે, તેના વિશે જાણીએ...
શરીરમાં કેલ્શિયમની કમી થવા પર હાડકા નબળા પડવા લાગે છે. આ ઉપરાંત સાંધામાં દુખાવાની સમસ્યા પણ થાય છે.
શરીરમાં કેલ્શિયમની કમી થવા પર મસલ્સ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. આ સાથે જ હાથ-પગ બેરા પડવા લાગે છે.
જો તમારી સમજવાની અને વિચારવાની ક્ષમતા ઓછી થવા લાગે, તો સમજી જવું કે શરીરમાં કેલ્શિયમની કમીનું આ લક્ષણ છે.
શરીરમાં કેલ્શિયમની કમી થવા પર નખ તૂટવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા માટે દૂધ અને દહીનું વધારે સેવન કરવું જોઈએ.
કેલ્શિયમની કમીથી હાર્ટબીટની ગતિમાં ફેરફાર થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
જો તમારી સ્કિન ડ્રાય થઈ રહી હોય, તો શરીરમાં કેલ્શિયમની કમીનું લક્ષણ હોઈ શકે છે. આ લક્ષણોને ઈગ્નોર ના કરવા જોઈએ.
શરીરમાં કેલ્શિયમની કમીને દૂર કરવા માટે ડાયટમાં દૂધ, દહી, પનીર, ઈંડા, બદામ અને સંતરા જેવા ફૂડ્સને સામેલ કરવા જોઈએ.