શું તમે જાણો છો, કેેળુ ખાવું પણ ખતરનાક હોઈ શકે છે? જાણો તેના ગેરફાયદા


By Smith Taral27, Apr 2024 04:09 PMgujaratijagran.com

આપણે સૌએ કેળાના ફાયદા વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ આ ફળ ખાવાનાં કેટલાક ઘેરફાયદા પણ છે. કેળામાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ, એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા પોષકતત્વો મળી આવે છે. આયુર્વેદમાં કેટલાક લોકોને કેળા ખાવાની મનાઈ છે. ચાલો જાણીએ કે કયા લોકોએ ભૂલથી પણ કેળા ન ખાવા જોઈએ.

પૌષ્ટિક તત્વો

નિષ્ણાતો પ્રમાણે કેળા પૌષ્ટિક તત્વોનો ભંડાર છે. તેમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ, જે વાત પિત્ત દોષને સંતુલિત કરવાનું કામ કરે છે.

આયુર્વેદ શું કહે છે

આયુર્વેદ પ્રમાણે વાત પિત્ત સંતુલિત થવાથી ઘણા પ્રકારની બીમારી થઈ શકે છે, જેમ કે ડ્રાયનેસ, હાડકામાં નબળાઈ, કબજીયાત વગેરે. કેળા ખાવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

ઠંડી પ્રકૃતી

કેળાની પ્રકૃતિ ઠંડી હોય છે સાથે તે પચવામાં પણ ભારે હોય છે.

કફની સમસ્યા

જેમને વધુ પડતો કફ હોય તેમણે ભૂલથી પણ કેળું ન ખાવું જોઈએ તે કફમાં વધારો કરે છે . કફમા જઠરાગ્નિ નબળી બનાવે છે, અને તેના પર કેળા આ તકલીફને વધારી શકે છે

વજન વધારે છે

જેમનું વજન વધારે છે, તેમને કેળુ ના ખાવું જોઈએ, આમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે જે વજન વધારી શકે છે.

આ લક્ષણો જણાવે છે કે તમારે ડાયેટમાં દૂધનો સમાવેશ કરવાની જરૂર છે