આ લક્ષણો જણાવે છે કે તમારે ડાયેટમાં દૂધનો સમાવેશ કરવાની જરૂર છે


By Smith Taral27, Apr 2024 01:05 PMgujaratijagran.com

શરીરમાં કેલ્શિયમની ઉણપ હાડકાંને જ નબળા નથી કરતી, પરતું તે તમારા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન કરી શકે છે. જો તમારામાં પણ કેલ્શિયમની ઉણપ હોય તો તમારામાં આ લક્ષણો જોવા મળી શકે છે. જો આ પ્રકારના લક્ષણો તમારા શરીરમાં જણાતા હોય તો તમારે તમારા ડાયેટમાં ચોક્કસથી દૂધનો સમાવેશ કરવો જોઈએ.

પેઢાને લગતી બીમારી

કેલ્શિયમની ઉણપથી પેઢાને લગતી બીમારીઓ પણ થઈ શકે છે, જેમ કે દાંતમાં દુખાવો, પેઢામાંથી લોહી નીકળવું. આ સિવાય વારંવાર નખ તૂટવા એ પણ કેલ્શિયમના ઉણપની નિશાની છે

કબજિયાત

કબજિયાત અને પેટનું ફૂલવું એ પણ કેલ્શિયમની ઉણપ દર્શાવે છે, જો તમે ખોરાકમાં મસાલેદાર અને તળેલો ખોરાક ખાતા હોવ તો આ સમસ્યા વધી શકે છે માટે તેનાથી દૂર રહો

થાક લાગવો

કેલ્શિયમની ઉણપમા તમને ખૂબ જ થાક લાગે છે અને નબળાઈ અનુભવાય છે આવી સ્થિતીમાં વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય તપાસ કરાવવી જોઈએ.

દૂધનો સમાવેશ

દૂધમા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, માટે તમારા ડાયેટમા દૂધનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ. આ સિવાય દહીં, ચીઝ, અંજીર, ટોફુ, નારંગી અને સી ફૂડ્સ પણ કેલ્શિયમના સારા સ્ત્રોત છે.

આ 4 એક્સપર્ટ ટીપ્સ તમારા હાડકાંને નબળા પડતા અટકાવશે, જાણો શું કહે છે નિષ્ણાત