ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાક ખાવાની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. જેમ જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમ તેમને સાંધા અને ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. જો તમને પણ આ તકલીફ રહે છે અને તમે હાડકાને વધુ મજબૂત બનાવવાં માંગો છો તો આ એક્સપર્ટ ટીપ્સ તમને જરુરથી કામ આવશે
ભવિષ્યમાં જો હાડકાને લગતી સમસ્યાનો સામનો ન કરવો હોય તો આ સમયથી જ કેટલીક તકેદારી રાખવી જોઈએ. આવો જાણીએ નિષ્ણાત પાસેથી આપવામાં આવેલી ટિપ્સ વિશે
ધૂમ્રપાન માત્ર ફેફસાંન જ નહી પરંતુ સાથે હાડકાંને પણ નુકસાન પહોંચાડે છે. વધુ પડતું ધૂમ્રપાન હાડકાની ઘનતાને પર અસર કરે છે. જો તમે પણ ધૂમ્રપાન કરતા હોવ તો તેને વહેલી તકે તમારે છોડી દેવું જોઈએ
નિષ્ણાત જણાવે છે કે તમારે 35 થી 40 વર્ષની ઉંમરે ડેક્સા સ્ક્રીનીંગ કરાવવું જોઈએ, જેનાથી બોન મિનરલ ડેન્સિટી જાણી શકાય છે. આ ટેસ્ટમાં જો સ્કોર 2.5થી વધુ હોય તો ઓસ્ટિયોપોરોસિસનું જોખમ હોઈ શકે છે.
જો તમારી ઉંમર 30 વર્ષ વટાવી ગઈ હોય તો તમારે કેલ્શિયમ અને વિટામિન ડીના લેવલની નિયમિત તપાસ કરાવી લેવી જોઈએ. આ બંને હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
શારીરિક પ્રવૃત્તિને તમારા રુટીનમાં સમાવેશ કરો, જો તમે વ્યાયામ નથી કરતા તો તમારા બોડી પોશ્ચરમાં ફેરફાર થવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી