મહિલાઓ માટે અમૃતથી કમ નથી મધ, જાદુઈ ફાયદા ગણતા રહી જશો


By Sanket M Parekh03, Aug 2023 04:15 PMgujaratijagran.com

રોગ પ્રતિકારક ક્ષમતા

મધમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને આયરન જેવા પોષક તત્વો રહેલા હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને રોગ સામે લડવામાં મદદ કરે છે.

વાળ માટે

મધના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે તે વાળને પોષણ પુરુ પાડીને તેને મજબૂત બનાવે છે. જેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

સ્કિન માટે

એન્ટી બેક્ટેરિયલ ગુણના કારણે મધ સ્કિનને બેક્ટેરિયા અને તેનાથી થતા ઈન્ફેક્શનથી બચાવે છે. મધનો લેપ સ્કિનની ડ્રાયનેસ દૂર કરીને તેને મોઈશ્વરાઈઝ કરે છે.

પીરિયડ્સના દર્દ માટે

મધ પીરિયડ્સના દર્દને દૂર કરવામાં પણ ફાયદેમંદ હોય છે. હકીકતમાં મધમાં કેટલાક એવા ગુણ હોય છે, જે પીરિયડ્સ દરમિયાન થનારા દર્દને દૂર કરવામાં કારગર છે.

હોર્મોનની સમસ્યા દૂર કરશે

મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવા માટે પણ મધ ખૂબ જ ફાયદેમંદ હોય છે. ટેસ્ટોસ્ટેરોન મહિલાઓને થનારા મૂડ સ્વિંગ્સ અને પ્રજનન ક્ષમતાને વધારવાનું કામ કરે છે.

ગર્ભવતી મહિલાઓ માટે

પ્રેગ્નેન્ટ મહિલાઓને વધારે પડતી દવાઓનું સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે. એવામાં મધનું સેવન તેમના માટે ખૂબ જ લાભદાયી નીવડી શકે છે.

અનિયમિત પીરિયડ્સ

અનિયમિત પીરિયડ્સની સમસ્યા દૂર કરવા માટે પણ મધ ફાયદેમંદ મનાય છે. જેના સેવનથી તમારી પીરિયડ્સ સાથે સંકળાયેલી તમામ સમસ્યા દૂર થઈ શકે છે.

રાતે જલ્દી ખાવાના છે અદ્દભૂત ફાયદા, જાણી લો ડિનરનો યોગ્ય સમય ક્યો હોવો જોઈએ?