યોગ્ય સમયે ખોરાક ખાવાથી શરીરમાં થાક નથી રહેતો અને સૂવા પર સારી અને ગાઢ ઊંઘ આવે છે. જલ્દી ખાવાથી સૂતા પહેલા વધારે સમય મળે છે અને સવારે તમે ફ્રેશ અનુભવ કરશો.
રાતે જલ્દી ખાવું વજન ઓછું કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. રાતે ખાવાનું ખાઈને તમે થોડા સમય સુધી ફરી શકો છે. જે ખોરાક પચવામાં પણ મદદ કરે છે.
રાતે મોડા ખાવાની આદત પેટ સબંધિત અનેક સમસ્યાઓને જન્મ આપે છે. જેનાથી પેટમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યા થવા લાગે છે. જલ્દી ખાવાથી આ તમામ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
રાતે જલ્દી ખાવાની આદત તમને એનર્જેટિક રાખે છે. સવારે ઉઠીને તમે શરીરમાં એનર્જી ફીલ કરો છે અને કામમાં પણ મન પરોવાયેલું રહે છે.
રાતે સૂવાના અને ખાવાના સમય વચ્ચે થોડું અંતર જરૂર રાખવું જોઈએ. જેથી ખોરાક સારી રીતે પચે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.
મોડી રાતે ખોરાક ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જેના કારણે શરીરમાં બળતરા થવા લાગે છે.
રાતના સમયે 7 થી 7:30 વચ્ચે ખોરાક ખાઈ લેવો જોઈએ. જો જલ્દી ખાવાના કારણે રાતે ભૂખ લાગતી હોય, તો તમે હળવો નાસ્તો પણ કરી શકો છો.