પ્રીમિયમ મિડ-સાઇઝ 350સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં તેની પોઝિશનને વધારતા હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ આજે એકદમ નવી રેટ્રો ક્લાસિક CB350 રજૂ કરી છે.
ટેક્નોલોજી અને રિફાઈન્ડ પરફોર્મન્સના શ્રેષ્ઠ મિશ્રણ સાથે બેનમૂન ક્લાસિક ડિઝાઇન ઓફર કરવા માટે તૈયાર કરેલી હોન્ડા CB350 રૂપિયા 1,99,900 (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે.
ગ્રાહકો આ મોટરસાઇકલને તેમની નજીકની બિગવિંગ ડીલરશિપ પર બુક કરાવી શકે છે અને ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે.
બિલકુલ નવી CB350 હોન્ડાના આઇકોનિક સ્ટાઇલિંગ માપદંડોને બેનમૂન ક્લાસિક ડિઝાઇન સાથે મિશ્રિત કરે છે.હોન્ડાની મધ્યમ-વજનની 350CC મોટરસાઇકલ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.