ખરાબ લાઈફસ્ટાઈલ અને માટી પ્રદૂષણના કારણે ચામડી પર દાગ અને ધબ્બા અને ચામડી કાળી પડવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે સ્ક્રબિંગ કરવુ જરુરી છે. તેનાથી ડેડ સ્કિન સેલ્સ નીકળી જાય છે અને ચહેરા પર ચમક આવે છે. એટલા માટે તમે કેટલાક સ્ક્રબ ઘરે જ બનાવી શકો છો.
એક વાટકામા 2 ચમચી બેસન, અળધી ચમચી હળદર, અળધી ચમચી સરસોનુ તેલ અને કાચુ દૂધ નાખીને પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર અને ગરદન પર લગાવી લો.આ કરવાથી ડેડ સ્કિનથી છૂટકારો મળે છે. થોડીવાર પછી ચહેરા અને ગરદનને ધોઈ નાખો.
2 ચમચ સૂકા સંતરાની છાલનો પાઉડર, એક નાની ચમચી દૂધ, 4 ટીપાં નારિયેળના તેલને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને છોડી દો. સૂકાઈ ગયા બાદ તેના હળવા હાથથી મસાજ કરો અને ત્યારબાદ પાણીથી ધોઈ નાખો.
1/4 ઓટ્સ 2 ચમચી મધ અને 2 ચમચી જોજોબા તેલ મિલાવો. હવે આ મિશ્રણને હળવા હાથે ચહેરા પર લગાવો. તેને 1 મિનિટ બાદ ચહારાને નવસેકા ગરમ પાણીથી ધોઈ નાખો.
1 ચમચી ખાંડ, એક ચમચી નારિયેળ તેલ અને એક ચમચી લીંબુના રસના મિલાવીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવીને હળવા હાથથી મસાજ કરો.
દોઠ ચમચી કોફીમા 1 ચમચી મધ નાખીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ 2 મિનિટ બાદ ધોઈ નાખો. તેનાથી તડકાથી ચામડીને પ્રોટેક્શન મળે છે.
જીણા પીસેલા ઓટમિલ સ્ક્રબ અને દહીંને બરાબર માત્રામા મિલાવીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો અને તેને પાણીથી ધોઈ લો.
અળધા કાપેલા ટામેટાને ખાંડમા મિલાવીને ચહેરા પર અને ગરદનના ભાગ પર લગાવો. તેની હળવા હાથે મસાજ કરો. પછી તેને પાણીથી સાફ કરી નાખો.