ઠંડીમા કાળી પડતી સ્કિનના અસરકારક ઉપાયો


By Prince Solanki08, Jan 2024 01:00 PMgujaratijagran.com

કાળી પડતી સ્કિન

સામાન્ય રીતે ઠંડીમા લોકોને તડકામા બેસવુ ખૂબ જ ગમે છે, જેના કારણે ચામડી કાળી પડવા લાગે છે. કાળી પડતી ચામડી માટે તમે કેટલાક અસરકારક ઉપાયો અપનાવી શકો છો. ચલો જાણીએ એ ઉપાયો વિશે.

એલોવેરા

એલોવેરા જેલને રોજ 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. તેનાથી કાળી પડતી ચામડીની સમસ્યા માથી રાહત મળે છે.

દહીં અને હળદર

એક પાત્રમા દહીં, હળદર અને બેસનને મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ માટે ચહેરા પર લગાવીને રાખો ત્યારબાદ તેને ધોઈ નાખો. તેનાથી કાળી પડતી ચામડીથી છૂટકારો મળે છે , અને ચામડી ચમકદાર બને છે.

બટાકાનો રસ

બટાકાનો રસ ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ચામડી સંબધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે.

પપૈયૈનો રસ

પપૈયાના રસમા એક ચમચી મધ મિલાવીને તેને ચહેરા પર લગાવી શકો છો. તેના ઉપયોગથી ચહેરા પરના ખીલ, દાગ ધબ્બા અને કાળી પડતી ચામડીની સમસ્ચા દૂર થાય છે.

લીંબુ અને કાકડી

લીંબુ અને કાકડીમા ગુલાબ જળ ઉમેરીને ચહેરા પર લગાવવાથી ચામડીની સમસ્યાઓ દૂર થાય છે.

કાચુ દૂધ

ચામડીમા મોઈશ્ચરાઈજરની ઉણપના કારણે પણ કાળી પડી શકે છે. કાચુ દૂધ ચહેરા પર લગાવવાથી ચામડી કાળી પડતી નથી. આ ઉપરાંત કાચા દૂધના ઉપયોગથી સ્કિન મોઈશ્ચરાઈજ રહે છે.

દહીં અને ટામેટા

ઠંડીમા કાળી પડતી ચામડીથી છૂટકારો મેળવવા માટે ટામેટા અને દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ટમાટરના પેસ્ટમા 2 ચમચી દહીં અને હળદર મિલાવીને ચહેરા પર લગાવો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ 5 લોકોએ બટાકા ન ખાવા જોઈએ