Aloo Paratha: બ્રેક ફાસ્ટ માટે ઘરે ટ્રાય કરો પંજાબી સ્ટાઈલ આલૂ પરાઠા રેસીપી


By Vanraj Dabhi12, Sep 2024 10:14 AMgujaratijagran.com

આલુ પરાઠાની યુનિક રીત

ઘણા લોકોને સવારે નાસ્તામાં અવનવી રેસીપી પસંદ હોય છે, તમે આલુ પરાઠાની આ યુનિક રેસીપી બ્રેક ફાસ્ટમાં ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ઘઉંનો લોટ, મીઠું, પાણી,તેલ, બાફેલા બટાકા, લીંબુ, બટર, લાલ મરચું પાવડર, જીરું, ધાણાજીરું, આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું અને થોડું થોડું પાણી નાંખીને રોટલી જેવો નરમ લોટ બાંધી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં બાફેલાં બટાકાની મેશ તૈયાર કરી તેમાં સમારેલું લીલું મરચું,લાલ મરચું પાઉડર,છીણેલું આદું,ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ અને મીઠું નાંખો.

સ્ટેપ- 3

મિશ્રણને બરાબર મિક્સ કરીને તેના એક સરખાભાગના ગોળ ગોળ લૂઆ બનાવી લો.

સ્ટેપ- 4

હવે ઘઉંનો લોટમાંથી લૂઓ લઈને સૂકા લોટ છાંટીને પાટલાં ઉપર ગોળ આકારમાં વણી તેના પર મસાલાનો લૂઓ મૂકીને ચારેબાજુથી વાળીને ફરીથી વણી લો.

સ્ટેપ- 5

હવે એક તવાને મધ્યમ આંચ પર ગરમ કરીને તેલ લગાવીને પરોઠાને તવા ઉપર મૂકીને બંન્ને બજુ શેકી લો.

સર્વ કરો

એક પ્લેટમાં કાઢો અને તેની ઉપર માખણ લગાવીને તમે ટમેટાનાં રાયતાં અને અથાણાની સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પેરાલિમ્પિયન કપિલ પરમારની હિમ્મત અને સંઘર્ષની કહાની, ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ