પેરાલિમ્પિયન કપિલ પરમારની હિમ્મત અને સંઘર્ષની કહાની, ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ


By Smith Taral10, Sep 2024 02:36 PMgujaratijagran.com

5 સપ્ટેમ્બર, 2024ના રોજ, કપિલ પરમારે ઇતિહાસ રચ્યો. તેમણે પુરૂષોની 60 કિગ્રા (J1) જુડો ઇવેન્ટમાં બ્રાઝિલને 10-0થી હરાવી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ વિજય માત્ર મેડલ નહોતો, પરંતુ એક જબરદસ્ત સંઘર્ષનું પરિણામ હતું. આવો જાણીએ તેમના સંઘર્ષની કહાની

જીવન અને અકસ્માત

કપિલ પરમાર મધ્યપ્રદેશના શિવોર ગામના છે. તેમના જીવનની એક દૂર્ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું. રમતા રમતા જ્યારે તેઓ પાણીના પંપને સ્પર્શ કરવા ગયા અને ભયંકર વીજ આંચકા એ તેમને બેહોશ કરી નાખ્યા અને તેઓ 6 મહિના સુધી કોમામાં રહ્યા.

કોમા પછીનો સંઘર્ષ

6 મહિના પછી જ્યારે કપિલ પરમારે આંખો ખોલી, તો તેમનું જીવન બદલાઈ ગયું. કોમાથી બહાર આવ્યા પછી પણ તેમનું જીવન સામાન્ય ન રહ્યું. પરંતુ તેમણે ક્યારેય હાર ન માની, પરિવારના સહયોગ અને તેમનો આત્મવિશ્વાસ તેમને લડવામાં મદદ કરી

કપિલનો પરિવાર

ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના કપિલના પરમારના પિતા ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે, જ્યારે તેમની બહેન પ્રાથમિક શાળા ચલાવે છે.

જૂડો તરફનો સફર

જેમ જેમ કપિલે પોતાની તાકાત ફરી મેળવી, તેમનો પરિચય જુડો સાથે થયો. અહીંથી શરૂ થઈ તેમની શિસ્ત, સંઘર્ષ અને હિંમતથી ભરપૂર નવા જીવનની શરુઆત.

પેરાલિમ્પિક સફળતા

5 સપ્ટેમ્બર, 2024ના રોજ, કપિલ પરમારે ઇતિહાસ રચ્યો. તેમણે પુરૂષોની 60 કિગ્રા (J1) જુડો ઇવેન્ટમાં બ્રાઝિલ સામે સામે 10-0થી જીત મેળવી.

પ્રેરણાનો સ્રોત

કપિલ પરમારની આ પ્રેરણાદાયક સફર શીખવે છે કે ભલે જીવનમાં કાંઈપણ થાય, હિંમત, મહેનત અને પ્રિયજનોની સપોર્ટથી કંઈપણ શક્ય છે.

પેરાઓલમ્પિક 2024માં ભારતના ગોલ્ડ મેડલ વિજેતાઓ