શરીરને ફિટ રાખવા માટે લોકો ક્લાકો સુધી જીમમા મહેનત કરતા હોય છે. એવામા શરીરમા એનર્જીને બનાવી રાખવા માટે એનર્જી ડ્રિંક પીવુ ખૂબ જ ફાયદાકારક છે. ચલો જાણીએ તે 5 એનર્જી ડ્રિંકના વિશે જેને તમે વર્કઆઉટ પહેલા પી શકો છો.
વર્કઆઉટ કરતા પહેલા નારિયેળનુ પાણી પીવુ જોઈએ. નારિયેળ પાણી શરીર માથી પાણીની ઉણપને દૂર કરે છે. આ ઉપરાંત તેને પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.
કસરત કરતા પહેલા સફરજનનો જયુસ પીઓ. સફરજનનો જયુસ શરીરમા એનર્જી બનાવી રાખવામા મદદ કરે છે. આ માટે તમે એર ગ્લાસ દૂધમા સફરજનને મિલાવીને ગ્રાઈન્ડ કરો. હવે તેમા મધને નાખીને પીઓ.
પ્રિ વર્કઆઉટમા તમે લીંબુ પાણી પી શકો છો. આ માટે એક ગ્લાસમા લીંબુનો રસ, કાળુ મીઠુ અને મધને ઉમેરીને પીઓ. આ ડ્રિંકને પીવાથી વજન પણ ઓછુ થાય છે.
ગ્રીન ટી પીવાથી શરીરમા એનર્જી મળે છે. ગ્રીન ટી બીમારીઓને પણ દૂર રાખે છે. આ માટે એક ગરમ પાણીમા એક ગ્રીન ટી બેગ નાખીને તેનુ સેવન કરો.
વર્કઆઉટ કરતા પહેલા અળધો કપ ચેરી બેરી જ્યુસ પીઓ. આ ડ્રિંકથી ફેટને ઓછુ કરવામા મદદ મળે છે. આ ઉપરાંત તેના સેવનથી શરીરમા પણ એનર્જી રહે છે.
ઓરેંજ જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે. આ ઉપરાંત તેના સેવનથી શરીરમા પણ એનર્જી રહે છે.