ઠંડીમા સંતરાના સેવનથી મળે છે અનેક ફાયદા


By Prince Solanki11, Jan 2024 01:47 PMgujaratijagran.com

સંતરા

ઠંડીમા સંતરા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. સંતરામા વિટામિન સી, એ અને ફાઈબર જેવા પોષકતત્વો હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચલો જાણીએ સંતરા ખાવાના ફાયદા વિશે.

વજન ઓછુ કરે

ઠંડીમા સંતરા ખાવાથી વજન ઓછુ થાય છે. તેમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે. તેમા રહેલુ ફાઈબર ભૂખને નિયંત્રણમા રાખે છે. જેનાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

સંતરામા ભરપૂર માત્રામા વિટામિન સી હોય છે. આ ઉપરાંત તેમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે, જે રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

ચામડીની ચમક લાવે

સંતરામા પ્રચુર માત્રામા વિટામિન સી હોય છે, જે ચામડીમા રહેલા કોલેજનને વધારે છે. જેના કારણે ચામડીમા એક અલગ પ્રકારની ચમક જોવા મળે છે.

પાચન સુધારે

સંતરામા સારી એવી માત્રામા ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યામા રાહત આપે છે. જે પાચનને મજબૂત બનાવવામા મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

સંતરામા રહેલા વિટામિન એ અને બીટા કૈરોટીન આંખો માટે ફાયદાકારક હોય છે. જે આંખોને હેલ્ધી બનાવી રાખવામા મદદ કરે છે.

શુગરને રાખે નિયંત્રણમા

સંતરામા નેચરલ શુગર અને ફાઈબર હોય છે, જે તમને એનર્જી આપે છે. જે બ્વડ શુગરને કંટ્રોલ કરવામા મદદ કરે છે.

હાર્ટ માટે ફાયદાકારક

સંતરામા રહેલા ફાઈબર, પૌટેશિયમ, અને એંટી ઓક્સિડેંટ્સ હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. સંતરામા રહેલી ફાઈબરની માત્રા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામા મદદ કરે છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા મધ ચામડી માટે છે ફાયદાકારક, જાણો કંઈ રીતે?