Get Rid of Rats: ઉંદરોને ઘરમાંથી હંમેશા દૂર રાખવા માટે આ ચાર સ્પ્રે રહેશે અસરકાર


By Smith Taral29, Aug 2024 04:59 PMgujaratijagran.com

ઘરમાં ઉંદરોને ભગાડવા માટે તમારે કોઈ કાયમી ઉપાયો જોઈતા હોય તો, કુદરતી અને અસરકારક સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ 4 સ્પ્રે તમને ઉંદરોને હંમેશા માટે દૂર રાખવામાં મદદ કરશે.

પેપરમિન્ટ સ્પ્રે

પેપરમિન્ટની તીવ્ર ગંધ ઉંદરો સહન કરી શકતા નથી. આ માટે પીપરમિન્ટના પાનને પીસી, પાણીમાં મિક્સ કરી, તેને સ્પ્રે બોટલમાં ભરી ઉંદરો જ્યાંથી આવતા હોય ત્યા છાંટો.

ફટકડી સ્પ્રે

ફટકડીના પાવડર સાથે લવિંગનું તેલ મિક્સ કરી, તે જગ્યાઓ પર છંટકાવ કરો જ્યાં ઉંદરો વધુ આવતા હોય. ફટકડીની ગંધ ઉંદરોને ભગાડે છે.

લાલ મરચું-લવિંગ સ્પ્રે

લાલ મરચા અને લવિંગનો પાવડર બનાવી, પાણી સાથે મિક્સ કરીને ઘરના ખૂણાઓમાં છાંટો. આ ગંધથી ઉંદરો દૂર ભાગે છે.

કપૂર સ્પ્રે

કપૂરને પીસી, પાણીમાં મિક્સ કરીને ઘરમાં છંટકાવ કરો. કપૂરની ગંધની તીવ્રતા ઉંદરોને દૂર રાખે છે.

એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જાણો વિગતો