મહિલાઓની સુંદરતા વધારવા માટે તેમના વાળનુ ખૂબ યોગદાન હોય છે. લાંબા અને ચમકતા વાળ મહિલાઓની સુંદરતામા ચાર ચાંદ લગાવે છે.
જો તમે પણ કમર સુધી વાળ લાંબા કરવા માંગો છો તો તમારે બજારમા મળતા તેલનો નહીં પણ ઘરેલૂ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
ઘરેલૂ ઉપાય શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે, કારણ કે તેની આડઅસરો શરીરમા થતી નથી. ચલો જાણીએ લાંબા વાળ માટે ઘરેલૂ તેલને કંઈ રીતે બનાવી શકાય.
ઘરેલૂ તેલને બનાવવા માટે તમે જાસૂદ, નારિયેળ તેલ અને કેટલાક મેથીના દાણાની જરુર પડે છે. તેનાથી બનેલા તેલથી વાળની લંબાઈ વધી શકે છે.
એક કપ નારિયેળ તેલ, 5 જાસૂદના ફૂલ, 2 ચમચી મેથીના દાણાના મિશ્રણને ગેસ પર પકાવો. થોડીવાર ગેસ પર પકાયા પછી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ગાળીને તેને વાળમા લગાવો.
આ રીતે બનેલા ઘરેલૂ તેલના ઉપયોગથી વાળ જલ્દી જ કમર સુધી પહોંચે છે. આ તેલને લગાવવાથી વાળને મજબૂતી પ્રાપ્ત થાય છે.