આળસ દૂર કરવા માટે ઘરે જ બનાવેલા આ એનર્જી ડ્રિન્ક ટ્રાય કરી જુઓ


By Sanket M Parekh29, Oct 2023 04:07 PMgujaratijagran.com

દાડમનું જ્યૂસ

દાડમનું જ્યૂસ પીવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને તે આળસને દૂર ભગાડે છે. દાડમમાં વિટામિન સી, ઈ અને કે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.

હર્બલ ટી

હર્બલ ટી એન્ટી ઓક્સિડેન્ટથી ભરપુર હોય છે. આથી તેનું સેવન કરવાથી આળસ નથી આવતી. હોમમેડ હર્બલ ટી બનાવવા માટે ગરમ પાણીમાં આદુ, હળદર અને ઈલાયચીને મિક્સ કરી દો. હવે દરરોજ સવારે તેનું સેવન કરવું જોઈએ.

નારિયેળ પાણી

નારિયેળ પાણીને એનર્જીનો ઉત્તમ સોર્સ માનવામાં આવે છે. જેમાં એન્ટી ઓક્સિડેન્ટ, અમિનો એસિડ અને વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે. જે આળસને દૂર કરીને શરીરમાં એનર્જી જાળવી રાખે છે.

કેળાનો મિલ્ક શેક

કેળામાં પોટેશિયમ જેવા અનેક મિનરલ્સ મળી આવે છે. સવારના સમયે તેનું સેવન કરવાથી આખો દિવસ એનર્જેટિક રહે છે અને આળસ નથી આવતી. કેળાના મિલ્ક શેકને બનાવવા માટે દૂધમાં કેળા, બદામ સહિત અન્ય ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરી દો અને દરરોજ સવારે તેનું સેવન કરો.

લેમન મિન્ટ ડ્રિન્ક

લેમન મિન્ટ ડ્રિન્ક શરીરમાંથી આળસ દૂર કરવા ઉપરાંત સ્ટ્રેસ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. આ ડ્રિન્ક એનર્જી બૂસ્ટર તરીકે સારું કામ કરે છે.

દરરોજ દારૂ પીનારા જાણી લે શું છે આલ્કોહોલ પોઈઝનિંગ, તેના લક્ષણો અને બચવાના ઉપાય