શરીર એક કલાકમાં એક યુનિટ આલ્કોહોલને પ્રોસેસ કરે છે, પરંતુ કોઈ વ્યક્તિ વધારે દારૂ પી લેતા હોય છે. જેનાથી શરીર આલ્કોહોલમાં રહેલા ઝેરીલા પદાર્થોથી ભરાઈ જાય છે. એવામાં લિવર તેને ફિલ્ટર નથી કરી શકતુ. આ સ્થિતિ આલ્કોહોલ પોઈઝનિંગમાં ફેરવાઈ જાય છે. c
દારૂ પીધા પછી શરીરમાં તેની અસર 6-8 કલાક સુધી રહે છે. જ્યારે પેટમાં ગયા બાદ દારૂ લગભગ 72 કલાક સુધી રહે છે, જેના કારણે તેના વિષાણુ પણ પેટમાં 72 કલાક સુધી રહે છે.
આલ્કોહોલ પોઈઝનિંગ થયા પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો વિશે અમારા આજના એક્સપર્ટ બાબુ ઈશ્વર હોસ્પિટલના સીનિયર ફિઝીશીયન ડૉ સમીર પાસેથી જાણીએ...
વધારે દારૂ પીવાથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. જણાવી દઈએ કે, દારૂ ફેફસાને ખરાબ રીતે અસર કરે છે, જેનાથી આલ્કોહોલિક લંગ ડિસિઝ થઈ શકે છે. જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે.
આલ્કોહોલ પોઈઝનિંગ થવા પર ઉલટીની સમસ્યા થઈ શકે છે.આટલું જ નહીં, ઘણી વખત શરીરનું તાપમાન અચાનક વધવા લાગે છે.
આલ્કોહોલ પોઈઝનિંગની સમસ્યા થવા પર વ્યક્તિ કૉમામાં પણ જઈ શકે છે અથવા તેનું મોત પણ થઈ શકે છે. એવામાં આલ્કોહોલ પોઈઝનિંગ થવા પર વ્યક્તિને વધારે પાણી પીવડાવવું જોઈએ અને તેને તેને હાઈડ્રેટેટ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે જેમ બને તેમ જલ્દી તેને ડૉક્ટર પાસે લઈ જાવ.