હોમમેડ બટર કેવી રીતે બનાવવું, જાણો રેસીપી


By Jivan Kapuriya15, Aug 2023 01:23 PMgujaratijagran.com

જાણો

બજારના માખણનો સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તે ઘરે પણ બનાવી શકાય છે.

મલાઈમાંથી માખણ બનાવો

15 દિવસ સુધી ભેગી કરેલ મલાઈમાંથી માખણ બનાવી શકાય છે.

માખણ બનાવતા શીખો

બજાર જેવુ જ માખણ ઘરે બનાવવાની સરળ રેસીપીમાં શીખો.

સામગ્રી

1 કિલો મલાઈ,1-2 ચમચી હળદર અથવા પીળો ફુડ કલર,થોડું મીઠું,ઠંડુ પાણી,4 ટીપા સફેદ વિનેગર.

સ્ટેપ-1

વલોણા વડે મલાઈને સત્તત 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહો,તેનાથી મલાઈ રચના બદલાશે.

સ્ટેપ-2

માખણમાં મીઠું અને હળદર નખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

તેમાં 1-2 ગ્લાસ ફ્રીજનું ઠંડું પાણી નાખો અને તેને સારી ફેરવો,પાણી નાખ્યા પછી લગભગ 1 મિનિટ સુધી ફેરવો.

સ્ટેપ-4

થોડી વારમાં મલાઈમાંથી માખણ બનીને પ્રવાહીની ઉપર આવી જશે.

સ્ટેપ-5

તેને મોટા સ્ટ્રેનરમાં ગાળી લો જેથી માખણ પ્રવાહીથી અલગ થઈ જશે.

સ્ટેપ-6

બટર પેપરથી લાઇનવાળી ટોરસ ટ્રેમાં બટર મૂકો.

સ્ટેપ-7

સ્પેટુલા અથવા બાઉલની મદદથી માખણને સ્મૂથ કરો.આનાથી બટરનું ટેક્સચર એકદમ બજાર જેવું થઈ જશે.

સ્ટેપ-8

આ બટરને સેટ થવા માટે 15-20 મિનિટ માટે ફ્રીજમાં રાખો.

સ્ટેપ-9

હવે તમારું બટર તૈયાર છે. તમે તેને તમારી પસંદરીના આકારણાં કાપી શકો છો.

સ્ટેપ-10

તમે તૈયાર માખણને બ્રેડ પર લગાવી શખો છો. અથવા તમે તેમાં શાક પણ રાંધી શકો છો.

આ વાત ધ્યાનમાં રાખો

આ માખણને 1 અઠવાડિયા સુઘી ઉપયોગમાં લઈ શકાય છે.વધુ દિવસો સુધી ચલાવવું હોય તો બનાવતી વખતે વિનેગરને પણ નાખો.

વાંચતા રહો

ટિપ્સ ગમી હોય તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોમાસામાં અથાણાંને ફુગ લાગવાથી બચાવવા માટે આ ટિપ્સ અપનાવો