ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો


By Vanraj Dabhi22, Sep 2023 12:48 PMgujaratijagran.com

જીવલેણ રોગો

આજકાલ બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે લોકો અનેક જીવલેણ રોગોનો ભોગ બની રહ્યા છે.

કોલેસ્ટ્રોલ

આ સમસ્યાઓમાંથી એક ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે. જો કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ.

સારું અને ખરાબ કોલેસ્ટ્રોલ

સારું કોલેસ્ટ્રોલ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય અને અન્ય રોગોનું જોખમ વધારે છે.

ઘરેલું ઉપચાર

જો તમે પણ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલાક અસરકારક ઘરેલું ઉપચારની મદદથી તેને નિયંત્રિત કરી શકો છો.

અળસીના બીજ

અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

લસણ

કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લસણ રામબાણ છે. તેમાં રહેલા ગુણો કોલેસ્ટ્રોલ લેવલને નોરમલ કરવામાં મદદ કરે છે.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરી, સારી રીતે મિક્સ કરો અને આ પીણું નિયમિત પીવો.

આખા ધાણા

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર આખા ધાણા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, ફોલિક એસિડ, બીટા કેરોટીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

વાંચતા રહો

જીવનશૈલી સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ 5 બદામ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? જાણો