શિયાળામાં વધુ પડતી ઠંડીને લીધે ઘણા લોકોને માથાનો દૂખાવો રહેતો હોય છે, અને જો તેની સંભાળ રાખવામા ના આવે તો એ વધે છે. આ માટે તમારે કેટલાક ઘરેલું નુસ્ખા અપનાવવા જોઈએ. આ સ્ટોરીમા આપણે કેટલાક સરસ અને સરળ ઘરેલું ઉપચાર વીશે જાણીશું
તુલસીનો ઉકાળો પીવાથી માથાના દૂખાવામા ઘણી રાહત મળે છે. આની માટે તમે તુલસીના પત્તા, તજ, કાળી મરીનો પાવડર અને ગોળ ઉમેરીને આ ઉકાળો બનાવીને પી શકો છો.
લવીંગને પીસીને એક લેપ બનાવીને લગાઓ, આનાથી ઠંડીમા થતો માથાનો દૂખાવો ઓછો થશે.
તજનું પાણી માથાનો દૂખાવામાં ઘણું અસરકારક હોય છે. આમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ મળી આવે છે. આમા એન્ટી ઈન્ફાલામેટરી ગુણો પણ હોય છે, જે માથાના દુખાવામા રાહત આપે છે.
કાળા મરીની ચા પીવાથી ઠંડીમા થતો માથાનો દૂખાવો ઓછો થાય છે.
હીંગનો લેપ લગાવવાથી પણ માથાના દુખાવામા રાહત મળે છે. આ માટે હીંગને પાણીમાં મેળવીને લેપ બનાવી લો અને તેને માથા પર લગાવો.
આદુમા એન્ટી ઈનફ્લામેટરી ગૂણો જોવા મળે છે જે માથાના દુખાવામાં રાહત આપે છે. આ ચા શરદી-ઉધરસ જેવી બીમારીઓથી પણ બચાવે છે.
જો તમને ઠંડીમાં માથું દુખવાની સમસ્યા રહેતી હોય તો, તમે આ ઉપાયો અજમાવી શકો છો. આવી જ જરુરી અને લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.