Kitchen Hacks: બળેલા વાસણો પર લાગેલા ડાઘને કેવી રીતે દૂર કરશો? જાણો આ સરળ ઉપાયો


By Smith Taral18, Jan 2024 03:17 PMgujaratijagran.com

ઘણી વાર રસોઈ કરતી વખતે વાસણ બળી જતા હોય છે, ખાસ કરીને દૂધ ગરમ કરતી વખતે આવુ બને છે. પછી આ વાસણને સાફ કરવું અઘરૂ બની જાય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ વાસણ પરના જીદ્દી ડાગને તમે સાફ કરી શકો છો.

ખાવાનો સોડા અને વિનેગર

ખાવાનો સોડા અને વિનેગરથી તમે વાસણને પહેલાની જેમ ચમકાવી શકો છો. આ માટે બળેલા વાસણમા વિનેગર નાખીને ગેસ પર 10 મિનીટ સુઘી ઉકાળો, આમાં 2 મોટી ચમચી ખાવાનો સોડા નાખીને તેને સારી રીતે ઘસો, આનાથી ડાઘ સારી રીતે સાફ થઈ જશે.

મીઠાથી સાફ કરો

જો વાસણમા દૂધ બળી ગયુ હોય તો તેમા 2 ચમચી મીઠું નાખીને તેમા પાણી અને ડીશવોશર સોપ ઉમેરીને તેને થોડી વાર ગેસ પર ઉકાળો. તમે આને 1 કલાક સુધી ભીનું પણ રાખી શકો છો. હવે ચમચી કે કોઈ વસ્તુ વડે ડાઘને ઘસી લો.

લીંબુ છે સૌથી અસરકારક

જીદ્દી ડાઘના નિશાન ઓછા કરવા લીંબુનો વપરાશ કરો. આ ઘણો સારો સરળ ઘરેલું ઉપાય છે. પેનમા બળેલા ડાઘ દૂર કરવા પેનમાં બધે લીંબુ લગાવીને થોડી વાર મુકી રાખો. આ પછી સ્ક્રબરથી પેનને ઘસીને સાફ કરી લો.

You may also like

ફલોર પરના જિદ્દી ડાઘ સાફ થશે આ 3 રીત અપનાવો, ઘસવાની જરુર નહી પડે

ઉધઈને દૂર કરવા આ ઉપાય અજમાવો

ઉધઈને દૂર કરવા આ ઉપાય અજમાવો