પગને મજબૂત બનાવવા આ વસ્તુઓ પર આપો ધ્યાન


By Smith Taral17, May 2024 05:55 PMgujaratijagran.com

શરીરને એકટીવ રાખવા અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા શરીરને શ્રમ આપવો જરુરી છે. જો મસલમા પાવર ન હોય અને હાડકામાં મજબુતાઈ ન હોય તો ઝડપથી થાકી જવાય છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું તમે કેવી રીતે તમારા પગને મજબૂત રાખી શકો છો

કસરત કરો

દોડવું, જોગિંગ, સ્વિમિંગ, સ્ક્વોટ, જમ્પિંગ જેક, જમ્પિંગ જેવા વર્કઆઉટમા પગ ઉપર તાણ આવે છે અને તે વધુ મજબૂત બને છે

સાયકલિંગ કરો

પગની કસરત કરવા માટે સાઈક્લીંગ બેસ્ટ કસરત છે, માટે દરરોજ અડધો કલાક સાયકલ ચલાવાથી તેનાથી તમારા પગમાં મજબુતાઈ આવે છે

માલિશ

સરસવ અથવા નાળિયેર તેલની માલીશ કરવાથી પગની નબળાઈ દૂર થાય છે, માટે પગની નિયમીત માલીશ કરવી પણ આવશ્યક છે. તેલને હૂંફાળું ગરમ કરીને માલિશ કરો.

વિટામિન ડી

કસરત સાથે પગની મજબૂતાઈ માટે પોષણ પણ એટલુજ જરૂરી છે. આ માટે વિટામીન-ડી થી ભરપૂર ખોરાક ખાવો જરુરી છે. બદામ, ઓટમીલ, સોયાબીન, સોયા દૂધ, અનાજ, મશરૂમ્સ અને ચીઝનું સેવન કરો.

મેગ્નેશિયમ અને ઝીંક લો

મેગ્નેશિયમ અને ઝીંક પણ હાડકાને મજબૂત કરવા પાછળના પોષકતત્વો છે,આના સેવનથી પગમાં તાકાત આવે છે અને સ્નાયુઓને મજબૂત બને છે. આ માટે કસુરી મેથી, માછલી, અનાજ અને ડાર્ક ચોકલેટ ખાઓ.

બીજ અને નટ્સ

કોળાના બીજ, બદામ, સૂર્યમુખીના બીજ અને અખરોટ વગેરેનું સેવન કરો. આનું સેવન કરવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે અને પગમાં શક્તિ પણ આવે છે.

જાણો બ્લડ પ્રેશરના કારણો, લક્ષણો અને અને તેના ઘરેલું ઉપચાર વિશે