જાણો બ્લડ પ્રેશરના કારણો, લક્ષણો અને અને તેના ઘરેલું ઉપચાર વિશે


By Smith Taral16, May 2024 11:27 AMgujaratijagran.com

બ્લડ પ્રેશર એક મોટી સમસ્યા છે, ભારતમાં જ 20 કરોડથી વધુ લોકો બ્લડપ્રેશરથી પીડિત છે. આ બીમારીને ગંભીરતાથી લઈ તેની ઝડપથી સારવાર કરવી જરૂરી છે. આ સ્ટોરીમાં આપણે તે બીમારીના કારણ, લક્ષણો, અને સારવાર વિશે જોઈશું

બ્લડપ્રેશર

જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે, ત્યારે હૃદય પર દબાણ વધુ પડે છે, આવામાં વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે અને ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. નોર્મલ બીપી 120/80 રહે છે, પરંતુ જ્યારે તે વધીને 180/110 અને તેનાથી પણ વધુ થાય છે, ત્યારે તાત્કાલિક સારવારની જરૂર છે.

બ્લડપ્રેશર થવાનું કારણ

વધુ પડતું વજન, સોડિયમનું વધુ પ્રમાણ, અતિશય આલ્કોહોલનું સેવન, શારીરીક કસરતનો અભાવ વગેરે કારણોના લીધે બ્લડ પ્રેશર વધી શકે છે

લક્ષણો

ચક્કર અથવા હળવા માથાનો દુખાવો, થાક લાગવો, આંખે અંધારા આવી જવા હાથ અને પગ ઠંડા થઈ જવા, શ્વાસ લેવામાં તકલીફ અને વધુ પડતા ગુસ્સાની લાગણી આ બ્લડ પ્રેશરના પ્રમુખ લક્ષણો છે

મેથી અને અજમો

હાઈ બ્લડ પ્રેશરમા મેથી અને અજમાનું સેવન લાભદાયક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી અને અજમાનો પાઉડર પલાળી રાખો અને રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

મેથી અને અજમો

હાઈ બ્લડ પ્રેશરમા મેથી અને અજમાનું સેવન લાભદાયક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી અને અજમાનો પાઉડર પલાળી રાખો અને રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

ત્રિફળા

20 ગ્રામ ત્રિફળાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી સવારે આ પાણીને ગાળીને તેમાં 2 થી 3 ચમચી મધ ભેળવીને પીવાથી બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.

લીંબુ

દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધો લીંબુ નિચોવીને ખાલી પેટ તેનું સેવન કરો. આમ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે

ગ્રીન ટી

ગ્રીન ટી બ્લડ પ્રેશરની તકલીફમાં ઘણું ફાયદાકારક છે, આના સેવનથી હાઈપરટેન્શનનું જોખમ પણ ઘણી હદ સુધી ઓછું થઈ જાય છે. ગ્રીન ટીમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે.

મગફળી ખાવાના આ 7 અદ્ભૂત ફાયદા જાણી લો