મગફળીમાં પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ્સ જેવા પોષકતત્વો મળી આવે છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આપણે ઘણી વાનગીમાં મગફળીનો ઉમેરીએ છે, જેમ કે દાળ, પૌઆ, ફરસાણ, જેથી તેનો સ્વાદ વધે છે સાથે તે હેલ્ધી પણ બને છે. આવો જાણીએ મગફળી ખાવાના બીજા અનેક ફાયદા
મગફળીમાં રહેલો હેલ્ધી ફેટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે પરિણામે હૃદય રોગનુ જોખમ પણ ઘટે છે.
મગફળીમાં કેલરી પર્યાપ્ત માત્રામાં હોવા છતાં, જ્યારે તેને માપસર ખાવામાં આવે ત્યારે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. મગફળીમાં પ્રોટીન અને ફાઈબર બંને ભરપૂર માત્રામાં રહેલું હોય છે, માટે તેના સેવનથી પેટ ફુલફીંલીંગ લાગે છે
મગફળીમાં નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, અને ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડે છે.
મગફળીમાં વિટામિન E અને અન્ય એન્ટીઑકિસડન્ટો શરીરમાં ઓક્સિડેટીવ તણાવ ઓછો કરે છે, અને ઈન્ફલામેશનથી મગજના કોષોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
મગફળીમાં વિટામિન E અને અન્ય એન્ટીઑકિસડન્ટો શરીરમાં ઓક્સિડેટીવ તણાવ ઓછો કરે છે, અને ઈન્ફલામેશનથી મગજના કોષોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
મગફળીમાં રહેલું વિટામિન E ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે અને તેને ફ્રી રેડિકલ અને યુવી રેડિયેશનથી થતા નુકસાનથી બચાવે છે.
મગફળીમાં રહેલુ ફાયટોસ્ટેરોલ્સ જેવા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ, ભોજનમાંથી વિટામિન્સ અને પોષકતત્વોનો શોષવામાં મદદ કરે છે