જાણો શા માટે રાત્રે કઢીનું સેવન ન કરવું જોઈએ


By Smith Taral15, May 2024 12:52 PMgujaratijagran.com

કઢી-ભાત ભારતમાં મોટાભાગના રાજ્યોમા ખાવામા આવે છે, આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખાવાથી પેટને કોઈ નુકસાન થતું નથી પરતું તેનું સ્વાસ્થ્ય સુધરે છે. પરંતુ જો કઢી ને યોગ્ય સમયે ખાવામાં ન આવે તો તે નુકસાન કરી શકે છે. કઢીને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ, શા માટે તે આપણે આ સ્ટોરીમાં જાણીશું

રાત્રે કઢી

આયુર્વેદ અનુસાર રાત્રે આ કઢી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે, રાત સિવાય તેને કોઈપણ સમયે ખાઈ શકાય છે

શરદી ઉધરસ

રાત્રે કઢી ખાવાથી મ્યુકસ બને છે. આનાથી શરદી અને ઉધરસની સમસ્યા થાય છે જે તમને ઘણા દિવસ સુધી તકલીફ આપે છે

પાચન સમસ્યાઓ

રાત્રે કઢીનું સેવન કરવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે.

એલર્જી

જો તમને ડેરી પ્રોડક્ટ્સની કોઈપણ પ્રકારની એલર્જી હોય તો રાત્રે કઢી ખાવાનું ટાળો, આનાથી તમારી સમસ્યા વધી શકે છે

એલર્જી

જો તમને ડેરી પ્રોડક્ટ્સની કોઈપણ પ્રકારની એલર્જી હોય તો રાત્રે કઢી ખાવાનું ટાળો, આનાથી તમારી સમસ્યા વધી શકે છે

ગળામાં દુખાવો થશે

કઢી પ્રકૃતીમાં ઠંડી હોય છે અને જો તેને રાત્રે ખાવામાં આવે તો તેનાથી ગળામાં ખરાશ અને દુખાવો થઈ શકે છે.

વજન વધે છે

કઢી કેલરી ભરપૂર ખોરાક છે. જો આને રાત્રે ખાવામાં આવે તો વજન વધી શકે છે.

કઢી ક્યારે ખાવી?

બપોરના સમયે કઢીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. આ સમયે દહીં ખાવાથી તેના તમામ સ્વાસ્થ્ય લાભ મળે છે, અને પાચનક્રીયા પણ સારી થાય છે

શું એસિડિટીની તકલીફથી પરેશાન રહો છો? અપનાવો આ 10 અસરકારક ઘરેલું ઉપચાર