કેટલાક લોકોના વાળ નાની ઉંમરમા વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે લોકોને મહેંદી અને અન્ય કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. જોકે તે વસ્તુઓથી વાળને માત્ર નુકસાન જ થાય છે.
જો તમારા વાળ પણ ઓછી ઉંમરે સફેદ થવા લાગ્યા છે તો તમારે દાદીમાના ઉપાયો જરુરથી અપનાવવા જોઈએ. તેનાથી વાળ કાળા પણ થાય છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.
જો વાળ ઉંમર પહેલા સફેદ થાય તો તેના ઘણા કારણ હોય શકે છે. જો કે તેનુ મુખ્ય કારણ વિટામિન બી12 ની શરીરમા સર્જાતી ઉણપ છે. એવામા તમે દૂધ, દહીં, સોયાબીન,મશરુમ જેવી વસ્તુને ડાયટમા સામેલ કરી શકો છો.
હેર પ્રોડક્ટ્સની અંદર ડુંગળીનો ઉપયોગ કરવામા આવે છે. જાણીને નવાઈ લાગશે કે વાળને કાળા કરવા માટે ડુંગળી ઉપયોગી સાબિત થાય છે. તમે ડુંગળીના રસને વાળમા લગાવો ત્યારબાદ થોડીવાર પછી વાળને ધોઈ નાખો.
આંબળા વાળને કાળા કરવામા મદદરુપ થાય છે. આંબળામા વિટામિન સી ભરપૂર માત્રામા હોય છે. તમે આંબળાને ખાઈ શકો છો તથા તેને પીસીને વાળમા લગાઈ પણ શકો છો. તેનાથી તમારા વાળ નેચરલી કાળા થાય છે.
વાળમા નારિયેળ તેલ લગાવવાથી વાળ કાળા, લાંબા અને ભરાવદાર બને છે. નારિયેળ તેલની મદદથી સફેદ વાળથી પણ છૂટકારો મેળવી શકાય છે.
મીઠા લીમડાના પત્તા વાળ માટે ઉપયોગી છે. તેના માટે મીઠા લીમડાના પત્તાના પાણીથી વાળને સાફ કરી શકો છો. તમે મીઠા લીમડાના પત્તાના પાણીને નારિયેળ તેલમા ઉમેરીને વાળમા લગાવી શકો છો.