લોખંડ જેવા મજબૂત બનશે હાડકા, ખાઓ આ વસ્તુઓ


By Prince Solanki25, Dec 2023 05:49 PMgujaratijagran.com

મજબૂત બનશે હાડકા

સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ડાયટ લેવુ ખૂબ જરુરી છે. જ્યારે મજબૂત હાડકા માટે શરીરમા કેલ્શિયમની ઉણપ પણ ન સર્જાવી જોઈએ.

હાડકાઓ માટે ફાયદાકારક ફૂડ્સ

જો તમે ઈચ્છો છો કે લાંબી ઉંમરે પણ તમારા હાડકા મજબૂત બની રહે તો આજે જ તમારા ડાયટમા આ વસ્તુઓને સામેલ કરો. ચલો જાણીએ એ સુપર ફૂડ્સ વિશે જે તમારા શરીરના હાડકા મજબૂત બનાવવામા મદદ કરે છે.

લીલા પત્તાના શાકભાજી

લીલા પત્તા વાળા શાકભાજીમા કેલ્શિયમની માત્રા વધુ હોય છે. આ માટે તમે પાલક અને બ્રોકોલી જેવી શાકભાજીને તમારા ડાયટમા સામેલ કરવી જોઈએ.

નટ્સ અને બીજ

ડ્રાઈફૂડ્સ અને બીજમા પણ ભરપૂર માત્રામા કેલ્શિયમ હોય છે. બદામ, તેલના બીજ, આલમંડનુ મિલ્ક , સીસેમના બીજ વગેરેને કેલ્શિયમના સારા વિકલ્પ માનવામા આવે છે.

દૂઘમાથી બનેલી વસ્તુઓ

હાડકાઓને મજબૂત બનાવવા માટે તમારે દૂધ માથી બનેલી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ. ખાસ કરીને દૂધ, છાશ, દહી, પનીર વગેરેનુ સેવન કરવુ જોઈએ.

સોયાબીન ફાયદાકારક

જો તમને હાડકામા કમજોરીનો અનુભવ કરો છો તો તમારી ડાયટમા સોયાબીનને સામેલ કરવા જોઈએ. સોયાબીન માથી બનેલી વસ્તુઓમા કેલ્શિયમની માત્રા વધુ હોય છે.

દાળ પણ ખાઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા ડાયટમા વિવિધ પ્રકારની દાળને સામેલ કરો. દાળનુ સેવન કરવાથી હાડકાને પણ જરુરી પોષકતત્વો પ્રાપ્ત થાય છે.

વ્યાયામ કરો

હાડકાઓને મજબૂત બનાવવા માટે તમે રોજ નિયમિત કસરત કરો. નિયમિત વ્યાયામ તથા કસરત કરવાથી શરીરના હાડકા સાથે માંસપેશિયોને મજબૂતાઈ પ્રદાન થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

મહિલાઓને અળસીના બીજ ખાવાથી થઈ શકે છે નુકસાન