મહિલાઓને અળસીના બીજ ખાવાથી પાચન સંબધિત સમસ્યાઓ થઈ શકે છે. મહિલાઓને અળસી ખાવાથી પેટમા ગેસ, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
અળસી ગરમ ખોરાક છે. જેથી વધારે માત્રામા અળસીના સેવનથી શરીરમા ગરમી થવાની સમસ્યા પેદા થઈ શકે છે. જેથી મહિલાઓએ વધારે માત્રામા અળસીના સેવનથી બચવુ જોઈએ.
અળસીના વધારે માત્રામા સેવનથી શરીરમા એલર્જીની સમસ્યા થઈ શકે છે. જો તમને પહેલાથી જ આવી કોઈ સમસ્યા છે તો અળસીના સેવનથી બચવુ જોઈએ.
દવા સાથે અળસીનુ સેવન કરવાથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે કોઈપણ બીમારીની દવા લઈ રહ્યા છો તો તેની સાથે અળસીનુ સેવન ન કરવુ જોઈએ.