હાથ પર પડી ગયેલી કરચલી દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય


By Sanket M Parekh31, Oct 2023 04:29 PMgujaratijagran.com

ખાંડ

જો તમારા હાથમાં પણ જુવાનીમાં કરચલીઓ પડી ગઈ હોય, તો તમારે ખાંડનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી સ્કિનને નેચરલી એક્સફોલિએટ કરવામાં મદદ મળશે. ખાંડથી હાથને સ્ક્રબ કરો. જે બાદ હુંફાળા પાણીથી હાથ ધોઈ લો.

મધ

હાથની કરચલી દૂર કરવા તમે મધની મદદ લઈ શકો છો. હાથ પર મધ લગાવવાથી સ્કિન નેચરલી મોઈશ્વરાઈઝ થાય છે.

દહી

ઉંમર પહેલા પડી ગયેલી હાથની કરચલી દૂર કરવા માટે દહીમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. જે ડેડ સ્કિન સેલ્સને હટાવે છે. જેને લગાવ્યાના 10 મિનિટ પછી હાથ ધોઈ લો.

ઓલિવ ઑઈલ

હાથની કરચલીથી છૂટકારો મેળવવા માટે ઑલિવનું ઓઈલ હાથ પર લગાવવુ જોઈએ. જે એજિંગના લક્ષણોને દૂર કરવા સાથે સ્કિનને નિખારે છે. આથી આ તેલથી હાથ પર મસાજ કરવી જોઈએ.

નારિયેળની મલાઈ

નારિયેળની મલાઈ સ્કિનમાં ખેંચાણ લાવે છે. જેનાથી તમારા હાથની કરચલીઓ ઓછી થાય છે અને સ્કિન પણ નિખરે છે.

નખની આસપાસની સ્કિન કાળી પડી ગઈ છે? આ નુસખા અજમાવીને મેળવો છૂટકારો