નખની આસપાસની સ્કિન કાળી પડી ગઈ છે? આ નુસખા અજમાવીને મેળવો છૂટકારો


By Sanket M Parekh31, Oct 2023 04:14 PMgujaratijagran.com

ઘરગથ્થુ નુસખા કામમાં આવશે

જો તમે પણ નખની આસપાસની કાળી સ્કિનથી પરેશાન હોવ અને તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો કેટલાક ઘરગથ્થુ નુસખા અજમાવી શકો છે. જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી હાથને સાફ કરીને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.

લીંબુ

જો નખની આસપાસની સ્કિનની કાળાશથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો લીંબુનો ઉપયોગ કરી શકો છે. આ માટે તમારી આંગળીઓને 10 મિનિટ સુધી લીંબુના રસમાં ડૂબાડીને રાખવી પડશે. લીંબુમાં એસિડિક ગુણ મળી આવે છે.

કાકડી

કાકડી સ્કિન કેર માટે ફાયદેમંદ મનાય છે. એવામાં તમે કાકડીના રસમાં લીંબુ નીચેવીને તે મિશ્રણને ટેનિંગ વાળી જગ્યા પર લગાવી શકો છે. આ રસને હાથ પર અડધો કલાક સુધી લગાવીને રાખવો જોઈએ.

દહી

આ ઘરેલુ નુસખા માટે તમે દહીમાં એક ચમચી હળદર મિક્સ કરો. હવે આ પેસ્ટને હાથ પર 15-20 મિનિટ સુધી લગાવીને રાખો. જેનાથી તમારી સ્કિન મોઈશ્વરાઈઝ થશે અને ટેનિંગ પણ દૂર થઈ જશે.

કૉફી

કૉફી પણ સ્કિનની કાળાશ દૂર કરવા માટે ફાયદેમંદ મનાય છે. તમે કૉફીથી સ્ક્રબ બનાવી શકો છો. આ માટે કૉફી પાવડરમાં મધ અને દૂધ મિક્સ કરો. આ સ્ક્રબથી હાથોની ટેનિંગ સામાન્ય થઈ જશે.

પપૈયુ

તમે પપૈયાનું માસ્ક બનાવી શકો છે. જેનો ઉપયોગ કરવા માટે પપૈયાના પલ્પની પેસ્ટ બનાવો અને તમારા હાથ પર માસ્કની જેમ લગાવી લો.

સ્કિન કેર ટિપ્સ : શિયાળામાં નવજાત બાળકોની સ્કિન કેર માટે શું કરવું? ચાલો જાણીએ