સ્કિન કેર ટિપ્સ : શિયાળામાં નવજાત બાળકોની સ્કિન કેર માટે શું કરવું? ચાલો જાણીએ


By Vanraj Dabhi31, Oct 2023 03:48 PMgujaratijagran.com

શિયાળામાં બાળકોની ત્વચાની કેવી રીતે કાળજી રાખવી

ઠંડી ઋતુમાં વાયરલ અને બેક્ટેરિયાની વૃદ્ધિ ઝડપથી થાય છે જે બાળકોની ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ તકે નાના બાળકોની ત્વચાની કેવી રીતે કાળજી રાખવી, ચાલો જાણીએ

બાળકોને નવડાવો

શિયાળામાં બાળકને દર બીજા દિવસે નવડાવો, તેને નવડાવવા માટે એક ટુવાલને હુંફાળા પાણીમાં પલાળી રાખો અને બાળકના શરીરને સારી રીતે લૂછી લો. આ સિવાય બાળકોના કપડા રોજ બદલો. ઘણા દિવસો સુધી એક જ કપડા પહેરવાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.

તેલથી માલિશ કરો

બાળકની ત્વચાને સ્વસ્થ રાખવા માટે આખા શરીર પર બદામ અથવા નારિયેળ તેલથી માલિશ કરો.

કુદરતી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો

દિવસમાં બે વખત બાળકની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. મોઇશ્ચરાઇઝર ત્વચાને ભેજયુક્ત બનાવે છે. આ ઉપરાંત તે ત્વચાને શુષ્કતાથી પણ રાહત આપે છે. બાળકની ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે માત્ર કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરો.

ગરમ પાણીનો ઉપયોગ ન કરો

બાળકોને નવડાવતી વખતે વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. ગરમ પાણી બાળકોની ત્વચામાંથી ભેજ દૂર કરે છે. આ માટે સાદા પાણીમાં હુંફાળું પાણી મિક્સ કરીને બાળકોને નવડાવવું.

સારી પ્રોડક્ટનો ઉપયોગ કરો

નાના બાળકોની ત્વચા મોટા લોકોની સરખામણીમાં ઘણી નાજુક હોય છે. તેથી બાળકોની ત્વચા માટે તમે જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છો તેના વિશે સાવચેત રહો. તેમની ગુણવત્તા વધુ સારી હોવી જોઈએ.

વાંચતા રહો

બાળકોની ત્વચાને સ્વસ્થ રાખવા માટે આ બધી બાબતોનું ધ્યાન રાખો અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઝડપથી વજન ઘટાડવા માટે તજના પાણીનું સેવન કેવી રીતે કરવું? જાણી લો જલ્દી