પગની ટેનિંગ દૂર કરવા માટેના ઘરેલું ઉપાય


By Hariom Sharma28, Aug 2023 10:00 AMgujaratijagran.com

જો પગની સારી રીતે સંભાળ કરવામાં ના આવે તો ટેનિંગ આવવા લાગે છે. ગરમીમાં તડકાના કારણે તમારા પણ પગ કાળા પડી ગયા છે, તો તમે કેટલાક ઘરેલું ઉપાયથી તેને સાફ કરી શકો છો.

બેસન અને દહીં

બેસન અને દહીંથી બનેલું ઉબટનનો ઉપયોગ કરીને તમે પગના ટેનિંગને ઘટાડી શકો છો. બંને વસ્તુઓની પેસ્ટ બનાવીને 15થી 20 મિનિટ લગાવીને રાખો અને પગને નવેશેકા પાણીથી સાફ કરો.

પપૈયુ અને મધ

આમા રહેલું એન્જાઇમ પગની ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. બંને વસ્તુઓ મિક્સ કરીને પગ પર લગાવો. આને 10થી 15 મિનિટ સુધી સૂકાવા દો અને પછી પાણથી વોશ કરો.

નારંગી, ચંદન અને ક્રીમ

નારંગી પાવડર, ચંદન અને ક્રીમને મિક્સ કરીને તમે પગ પર લવો. 15થી 20 મિનિટ સુધી રાખો ત્યાર બાદ પાણીથી પગ સાફ કરો.

મસૂર દાળ, એલોવેરા અને ટામેટા

આ બધી વસ્તુઓને એક સાથે ક્રશ કરી લો અને પગ પર લગાવો. આને 15થી 20 મિનિટ સુધી સૂકાવા દો અને પછી પાણીથી પગને ધોઇ લો તમારી ટેનિંગ ઘટવા લાગશે.

લીંબુ અને ખાંડ

પગામાં રહેલો મેલ અને ટેનિંગને હટાવવા માટે લીંબુ અને ખાંડને મિક્સ કરો. આને ત્વચા પર રહેલા ડેડ સ્કિન સેલ્સ નીકળી જશે અને તમારા પગની સુંદરતા વધવા લાગશે.

બટાકા અને લીંબુ

અડધા બટાકાનો રસ કાઢો અને તેમાં એક લીંબુ નીચોવો. હવે આ તૈયાર રસને પગ પર 15થી 20 મિનિટ લગાવી રાખ્યા બાદ તેને ધોઇ લો.

ઓટ્સ અને દહીં

ઓટ્સને દળીને તેમાં દહીં મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આમાં લીંબુનો રસ મિક્સ કરો. આ તૈયાર પેકને સ્ક્રબ કરતાં કરતાં પગ પર લગાવી 15 મિનિટ રાખો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો.

શેકેલી અળસી ખાવાના ફાયદા