શેકેલી અળસી ખાવાના ફાયદા


By Hariom Sharma28, Aug 2023 09:00 AMgujaratijagran.com

અળસી ખાવી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, પરંતુ તેને શેકીને ખાવાથી સ્વાસ્થ્યને જોરદાર ફાયદા મળે છે. આને ખાવાથી પેટની સાથે સાથે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક હોય છે. આવો જાણીએ શેકીને અળસી ખાવાના ફાયદા વિશે.

અળસીના પોષકતત્ત્વ

- એન્ટિઓક્સિડેન્ટ -ફાયબર - વિટામિન ઈ - વિટામિન બી - પોટેશિયમ

હાર્ટ માટે ફાયદાકારક

શેકેલી અળસી ખાવાથી હાર્ટને ઘણા ફાયદા મળે છે. આ ઓમેગા- 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જેને ખાવાથી કાર્ડિયોવાસ્કુલર હેલ્થ સારી રહે છે. સાથે હાર્ટ અટેકના જોખમને પણ ઘટાડે છે.

એનર્જી

લો એનર્જી અનુભવ કરવા પર તમે શેકેલી અળસીનું સેવન કરી શકો છો. આ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે થાક અને કમજોરી જેવી સમસ્યા ઘટાડીને શરીરને એનર્જી આપે છે.

પેટ માટે ફાયદાકારક

અળસીના બીજ ફાયબરથી ભરપૂર હોય છે, જે પેટને લગતી સમસ્યાઓ જેવી કબજિયાત, અપચો વગેરેને ઘટાડે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

શેકેલી અળસી ખાવાથી રક્તમાં જમા કોલેસ્ટ્રોલ ઘટે છે. હાઇ કોલેસ્ટ્રોલમાં તમે આનું સેવન કરી શકો છો. આ ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટે છે.

વજન ઘટાડે

શેકેલી અળસી વજન ઘટાડવાનું પણ સારું કામ કરે છે. આમાં ફાયબર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે.

ડાયાબિટીસના દર્દીઓએ હળદર ખાવાથી મળે છે આ 5 ફાયદા