ડાયાબિટીસના દર્દીઓએ હળદર ખાવાથી મળે છે આ 5 ફાયદા


By Hariom Sharma27, Aug 2023 04:38 PMgujaratijagran.com

હળદર પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, પરંતુ આનું ડાયાબિટીસમાં સેવન કરવું ખૂબ જ ગુણકારી હોય છે. આવો જાણીએ ડાયાબિટીસમાં હળદર ખાવાથી મળતા કેટલાક ફાયદા વિશે.

હળદરના પોષકતત્ત્વો

- વિટામિન સી - કેલ્શિયમ - પોટેશિયમ - પ્રોટીન - ફાયબર

ઇન્સુલીન રેજિસ્ટેન્સ ઓછું કરે છે

ઇન્સુલીન રેજિસ્ટેન્સને બ્લડ શુગર લેવલમાં વધારો કરવા માટે જવાબદાર ગણાવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી ઇન્સુલીન રેજિસ્ટેન્સ ઓછું થાય છે સાથે જ બીટા સેલ્સના ફન્કશન્સમાં પણ સુધારો લાવે છે, જે ડાયાબિટીક દર્દીઓ માટે હેલ્ધી સાબીત થાય છે.

ગ્લુકોઝ લેવલ ઘટાડે છે

હળદરમાં રહેલા કરક્યૂમીન અને અન્ય પોષકતત્ત્વો શરીરમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આને ખાવાથી રક્તમાં ગ્લુકોઝની માત્રા ઘટે છે, જેનાથી ડાયાબિટીસ થવાની આશંકા ઘટાડે છે.

ટાઇપ 1 ડાયાબિટીસ મેનેજ કરે

ટાઇપ 1 ડાયાબિટીસમાં ઇમ્યૂન સિસ્ટમ કમજોર થવા લાગે છે. એવામાં હળદર ખાવાથી ઇમ્યૂન સિસ્ટમની કાર્ય ક્ષમતા વધે છે, જેનાથી ડાયાબિટીસના લક્ષણો ઘટે છે.

ઇન્સુલીન વધારે

ડાયાબિટીસ દરમિયાન ઇન્સુલીનનું સ્તર નિયંત્રિત રાખવું જરૂરી છે.આ સ્થિતિમાં હળદરવાળા દૂધમાં થોડો તજ પાવડર મિક્સ કરીને પીવાથી ઇન્સુલીન વધે છે, જેનાથી ડાયાબિટીસથી રાહત મળે છે.

બ્લડ શુગર ઘટાડે છે

ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ વધે છે. આવી સમસ્યામાં હળદરનું સેવન કરવું ફાયદાકારક બની શકે છે. આમા રહેલું કરક્યૂમીન બ્લડ શુગર લેવલ ઘટાડે છે.

ડેન્ડ્રફ દૂર કરવા માટે આ રીતે પપૈયાને લગાવો