વાળમાં ડેન્ડ્રફના કારણે ઘણી વાર તમે શરમમાં મૂકાવો છો. બદલાતી ઋતુમાં વાળની સંભાળ ના રાખવાથી ડેન્ડ્રફ વધી શકે છે. આ રીતે પપૈયાને લગાવવાથી ડેન્ડ્રફથી છુટકારો મળી શકે છે.
- વાળની ચમક વધારે - વાળને સ્ટ્રોંગ બનાવે - વાળને કોમળ બનાવે - PH લેવલને કંટ્રોલ રાખે
ત્રણ ચમચી પપૈયાના પલ્પમાં એક ચમચી ત્રિફળા પાવડર અને 3 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને વાળમાં એક કલાક સુધી લગાવીને રાખવાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે.
પપૈયાની પેસ્ટ બનાવીને એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. આ પેસ્ટમાં એન્ટિ ફંગલ પ્રોપર્ટી રહેલી હોય છે. આ માટે 20 મિનિટ સુધી પેસ્ટને વાળમાં લગાવીને રાખવાથી ડેન્ડ્રફથી રાહત મળે છે.
પપૈયના પલ્પમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને મૂળની સાથે વાળમાં પણ લગાવો. અડધાથી એક કલાક સુધી રાખ્યા પછી વાળને વોશ કરી લો. આનાથી વાળમાં ડેન્ડ્રફથી છુટકારો મળે છે.
પપૈયાનું પલ્પ કાઢી લો. હવે વાળમાં સ્ટીમ લો, ત્યાર બાદ આ પલ્પને સ્કેલ્પમાં લગાવો. પોષકતત્ત્વોથી ભરપૂર પપૈયા તમારા વાળમાં એકસ્ટ્રા ઓઇલ અને ડેન્ડ્રફને ઘટાડે છે.
પપૈયાનો તાજો રસ કાઢીને તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ કોમ્બિનેશનને વાળમાં 40-50 મિનિટ સુધી લગાવી શકો છો. આનાથી વાળ કોમળ પણ બની શકે છે.