નાક પરથી બ્લેકહેડ્સ દૂર કરવા માટે 5 અસરકારક ઘરગથ્થુ ઉપાયો


By Smith Taral18, Aug 2024 03:02 PMgujaratijagran.com

નાક પર બ્લેકહેડ્સ ચહેરાના દેખાવને ખરાબ કરે છે. આ બ્લેકહેડ્સ, તેલ, ગંદકી અને મૃત ત્વચાના કોષોના જમા થવાથી બને છે. આવો જાણીએ 5 અસરકારક ઉપાય જે તેને દૂર કરવામાં મદદ કરશે

ઈંડા અને મધ

મધ એ કુદરતી એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે. મધ સાથે ઈંડાને મિક્સ કરીને નાક પર લગાવી તેને 15-20 મિનિટ સુધી સુકાવી દો અને હૂંફાળા પાણીથી ધોઈ લો.

ખાંડ અને મધ

ખાંડ એ સારું એક્સફોલિએટર છે, જે તમારી ત્વચાની ઉપરની મૃત કોષોને દૂર કરવા માટે ઉપયોગી છે. મધ સાથે તેને મિકસ કરીને 10 મિનિટ માટે નાક પર હળવેથી સ્ક્રબ કરો. આ ઉપાય ત્વચાને નરમ બનાવે છે અને બ્લેકહેડ્સને દૂર કરે છે.

ખાવાનો સોડા અને પાણી

ખાવાનો સોડા ત્વચામાંથી તેલ અને ગંદકીને બહાર કાઢે છે. બે ચમચી પાણીમાં એક ચમચી ખાવાનો સોડા મિકસ કરી તેને 15-20 મિનિટ માટે નાક પર લગાવો. આ પેસ્ટ નાકને જલદી સોફ્ટ બનાવશે અને બ્લેકહેડ્સને દૂર કરશે

લીંબુનો રસ અને ખાંડ

લીંબુના રસમાં ખાંડ મિકસ કરીને નાક પર સ્ક્રબ કરો. આ ઉપાય બ્લેકહેડ્સને બહાર કાઢે છે. 10 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

હળદર અને નારિયેળ તેલ

હળદર એન્ટી-સેપ્ટિક ગુણ ધરાવે છે અને નારિયેળ તેલ ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે. આ મિક્ષરને 10-15 મિનિટ માટે નાક પર રાખો. તે બ્લેકહેડ્સને દૂર કરી નાકને ચમક આપે છે.

આ ઉપાય અઠવાડિયામાં એક-બે વાર અજમાવો અને બ્લેકહેડ્સને ગાયબ કરો!

આંખના તાણને દૂર કરવા માટે 7 સરળ ઉપાયો