એંગ્ઝાઈટીને ઓછી કરશે આ જાદૂઈ ઉપાય, મગજ શાંત થવા સાથે મળશે રાહત


By Sanket M Parekh12, Jul 2023 04:23 PMgujaratijagran.com

એરોમા થેરાપી

એરોમા થેરાપી પણ એંગ્ઝાઈટીમાં ખૂબ જ ફાયદેમંદ સાબિત થઈ શકે છે. તેલ, મીણબત્તી અથવા પરફ્યૂમ તરીકે એરોમા થેરાપી લઈ શકે છે. એરોમા થેરાપી મગજના કેટલાક રિસેપ્ટર્સને સક્રિય કરે છે. જેનાથી એંગ્ઝાઈટીથી લડવામાં મદદ મળે છે.

કસરત કરો

કસરક કરવાથી બૉડીમાં બ્લડ ફ્લોને સુધારવામાં મદદ મળે છે, જેથી તણાવ ઓછો થાય છે.

જાયફળ અને દૂધ

સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં જાયફળનો પાવડર મિક્સ કરીને પી જાવ. જેનાથી એંગ્ઝાઈટીની સમસ્યામાં મહદઅંશે રાહત મળશે.

સારી ઊંઘ લો

એંગ્ઝાઈટીથી પરેશાન લોકોએ તેને દૂર કરવા માટે પુરતી અને ગાઢ ઊંઘ લેવી જોઈએ. મગજને શાંત રાખવા માટે ઓછામાં ઓછી 6-8 કલાકની ઊંઘ જરૂરી છે.

ગ્રીન ટી પીવો

ખુદને સ્ટ્રેસ ફ્રી રાખવા માટે તમે દિવસમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રીન ટી અથવા કોઈ હર્બલ ટી પી શકો છો.

સ્ક્રીન ટાઈમ ઓછો કરો

આજકાલ સ્ક્રીન ટાઈમ વધવાના કારણે પણ મગજ વધારે ભારે થઈ જાય છે. જે સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીનું લેવલ વધારે છે. એવામાં તમારે સ્કીન ટાઈમ ઓછો કરવા પર ધ્યાન આપવું જોઈએ.

પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે લવિંગ, અન્ય ચમત્કારિક ફાયદા જાણીને ચોંકી જશો તમે