આજકાલની વ્યસ્ત જીવનશૈલી અને ખોટી ખાણી-પીણીનાકારણે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ એટલે કે વીર્યમાં શુક્રાણુઓની કમી મળી આવે છે.
જો તમે પણ તમારા સ્પર્મ કાઉન્ટ ઓછો થવાના કારણે પરેશાન હોવ, તો એવામાં તમે લવિંગનું સેવન કરી શકો છે. જે તમારા સ્પર્મ પાવરને વધારી દેશે.
એવામાં ચાલો જાણીએ કે, લવિંગ ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધારવા ઉપરાંત શરીરને શું-શું મળી શકે છે, જેથી તમને લવિંગના અન્ય જાદુઈ ફાયદા વિશે જાણી શકો.
લવિંગમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે પાચનની સમસ્યા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝમાં ફાયદેમંદ મનાય છે.
એક્સપર્ટના મતે, નિયમિત લવિંગનું સેવન કરવાથી તમારી સ્પર્મ કાઉન્ટ સાથે સંકળાયેલી સમસ્યા ઠીક થઈ જશે.
જો કે તમારે ધ્યાન રાખવું પડશે કે, લવિંગ મર્યાદિત પ્રમાણમાં જ ખાવા જોઈએ, કારણ કે તે મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરૉન પર અસર કરી શકે છે.
લવિંગ પાચન તંત્રમાં એન્જાઈમના સ્ત્રોતને વધારી દે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા નથી થતી અને પેટ સારુ રહે છે.
લવિંગ એન્ટી ઑક્સિડેન્ટ ગુણોથી ભરપુર હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત લવિંગ ખાવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે.