કાનમાં પિમ્પલની સમસ્યાથી બચવા આ ઘરેલું ઉપચાર અપનાવો


By Smith Taral05, Sep 2024 05:49 PMgujaratijagran.com

કાનમાં પિમ્પલ થવું એ સામાન્ય સમસ્યા હોઈ શકે છે પરંતુ તે ગંભીર પણ બની શકે છે. આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે, પિમ્પલ થવા પાછળના વિવિધ કારણો સમજી તેનો ઝડપથી ઉકેલ કરવો જોઈએ અને તેની સંભાળ રાખવી જોઈએ. આવો જાણીએ તેના વિવિધ કારણો અને તેમના માટેના ઘરગથ્થુ ઉપચાર વિશે

વધારાનું તેલ

કાનની ત્વચામાંથી વધારે તેલ એટલે કે સીબમ પેદા થાય છે જેનાથી ત્વચાનાંં છિદ્રો બંધ થાય છે અને પિમ્પલ્સ થઈ શકે છે.

હાઈજીન

અવારનવાર કાનને સફા ન કરવાથી ગંદકી અને બેક્ટેરિયાના લીઘે પિમ્પલ્સ થઈ શકે છે.

બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શન

કામના બેક્ટેરિયા કે ફૂગ ત્વચામાં ઇન્ફેક્શન કરે છે, જેના પરિણામે ત્યાં દુખાવા અને પિમ્પલ્સ થાય છે.

એલર્જી

કેમીકલ હેયર પ્રોડ્ક્ટના ઉપયોગથી, દાગીના અથવા ઇયરપ્લગના કારણે એલર્જીક રીએક્શન થઈ શકે છે જે પિમ્પલ્સની સમસ્યા ઊભી કરે છે

હોર્મોનલ ફેરફારો

હોર્મોનલ ફેરફારો, જેમ કે ટીનએજમાં પીરીયડ્સ, હોર્મોનલ ઈમ્બેલેન્સ અને તેલની વધારાની માત્રા પિમ્પલ્સ લાવી કરી શકે છે.

તણાવ

લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી હોર્મોનલ ફેરફારો થાય છે, જે પિમ્પલ્સને વધારી શકે છે.

પરસેવો

વધુ પડતા પરસેવાથી બેક્ટેરિયા અને ડેડ સેલ્સ ભેગા થાય છે જે પરિણામે પિમ્પલ્સની સમસ્યા ઊભી કરે છે.

ઈયરફોનનો ઉપયોગ

લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરવાથી ભેજ અને બેક્ટેરિયા કાનમાં ભેગા થઈ શકે છે, જેના પરિણામે પિમ્પલ્સ થઈ શકે છે.

જાણો એલચી વાળું દૂધ પીવાના સુપર ફાયદા