જાણો એલચી વાળું દૂધ પીવાના સુપર ફાયદા


By Bhavesh Chaudhary05, Sep 2024 05:27 PMgujaratijagran.com

એલચી અને દુધ

એલચી સાથે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એલચીમાં રહેલા પોષકતત્વો શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કયા ફાયદા થાય છે?

પોષકતત્વો

એલચી અને દૂધમાં કેલ્શિયમ, ફાઈબર, પ્રોટીન, વિટામિન સી અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

પેટ માટે ફાયદાકારક

એલચીવાળા દૂધમાં ફાઈબર હોવાથી પાચનતંત્રને સુધારે છે. સાથે જ તે કબજિયાત, અપચો અને ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે.

હાડકા મજબૂત બનાવશે

એલચી સાથે દૂધ પીવું હાડકાં માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.

હૃદય માટે ફાયદાકારક

એલચી સાથે દૂધ પીવું હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. જેના સેવનથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે હાર્ટ એટેકથી બચાવે છે.

મોઢાના ચાંદા મટાડે છે

પેટ સાફ ન હોવાના કારણે મોઢામાં ચાંદાની સમસ્યા શરૂ થઈ જાય છે. જેથી એલચીનું દૂધ મોઢાના ચાંદા મટાડે છે.

રોગપ્રતિકારક શક્તિ

એલચી સાથે દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેથી શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી.

દૂધ ક્યારે પીવું જોઈએ?

રાત્રે સૂતા પહેલા એલચીનું દૂધ પી શકાય છે. આ માટે એક કડાઈમાં 1 ગ્લાસ દૂધ ગરમ કરી તેમાં 4 ઈલાયચી ઉમેરી દૂધ પી શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો ચમકતી ત્વચા માટે ટામેટા કેટલા ફાયદાકારક છે?