બ્લડ સુગરને નોર્મલ કરવા આ ઘરેલું ઉપચાર અજમાવો


By Smith Taral15, Feb 2024 05:33 PMgujaratijagran.com

બ્લડ સુગર

સમગ્ર વિશ્વમાં બ્લડ સુગરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આપણા અનહેલ્ધી ખોરાકને લીધે આ સમસ્ચા વધુ ખરાબ થાય છે પણ તે પહેલા જ કેટલીક સાવચેતી રાખવી જરુરી બને છે. ચાલો જાણીએ બ્લડ સુગરને કેવી રીતે નોર્મલ કરી શકાય છે

હાર્ટ એટેકની સમસ્યા

જો તમારું બ્લડ શુગર લેવલ વધે છે, તો તેનાથી તમને હાર્ટ એટેક આવાની પણ શક્યતા છે, તેથી તેને સુગરયુક્ત ખોરાકમાં નિયંત્રણમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઘરેલું ઉપચાર

જો કે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે બજારમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તમે સુગરને કંટ્રોલ કરવા માટે ઘરેલું ઉપચારની પણ કરી શકો છો

મેથીનું પાણી

બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે મેથીના પાણીનું સેવન કરવુ ફાયદાકારક છે. મેથીનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

તુલસીના પાન

રોજ ખાલી પેટે તુલસીના 2 પાન ચાવવાથી તમારી બ્લડ સુગર સામાન્ય રહેશે. તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે.

તજનું પાણી

બ્લડ સુગરને સામાન્ય બનાવવા માટે તમે તજના પાનનું પાણી પણ પી શકાય છે. આ માટે એક ગ્લાસ પાણીમાં 2 તજના પત્તા મિક્સ કરીને ઉકાળો અને પછી ગાળીને પીવો.

વરિયાળી ખાઓ

બ્લડ સુગરના દર્દીઓ માટે પણ વરિયાળીનું સેવન ફાયદાકારક છે. આ માટે દરરોજ જમ્યા પછી વરિયાળી ચાવવી જોઈએ

જો તમે બ્લડ સુગરના દર્દી છો તો આ ઘરેલું ઉપાયો ચોક્કસ અજમાવો. વધુ સ્વાસ્થ્ય સંબધિત સમાચાર વાંચવા જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

ખાંસી અને ગળામાં દુખાવા માટે આ 7 અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો