ખાંસી અને ગળામાં દુખાવા માટે આ 7 અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો


By Smith Taral15, Feb 2024 01:18 PMgujaratijagran.com

ઋતુમાં ફેરફારોને કારણે ગળામાં ઈન્ફેક્શન અથવા ગળામાં દુખાવા જેવી સમસ્યાઓ થાય છે. આની જો સમયસર સારવાર ન કરીએ તો લાંબા સમય સુધી તકલીફ આપી શકે છે. આ માટે તમે ઘરેજ આનો ઉપચાર કરી શકો છો, આ સ્ટોરીમાં આપણે અસરકારક ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરીશું જે કુદરતી રીતે ગળાના દુખાવાની સારવારમાં મદદરુપ બની શકે છે

વરાળ લેવી

બે કપ પાણીને ધીમા તાપે 5-7 મિનિટ સુધી ઉકાળો હવે આ પાણીની વરાળ લો, આનાથી તમને ગળાના દુખાવામાં રાહત મળશે.

ઘી પાણી

ગરમ પાણીમાં એક ચમચી ઘી ઉમેરીને પીવો. ગળાના દુખાવા માટે ઘીનું પાણી સૌથી અસરકારક અને સરળ ઘરેલું ઉપચાર છે.

આદુ ચાવો

કાચું આદુ સ્વાદમાં કડવું અને તીખુ લાગી શકે છે, પરંતુ તેને ચાવવાથી તમે ગળાના દુખાવામાં રાહત મેળવી શકો છો. જો તમને સ્વાદમા વધારે તીખું લાગે તો થોડો ગોળ મિક્સ કરી શકો છો

You may also like

બીમારીઓથી બચવા માટે રોજ 1 કપ સરગવાની ચા પીવો

શિયાળામાં સફરજનનો જ્યુસ પીવાથી મળશે આ અઢળક ફાયદા

તુલસી ટી

તુલસીના પાન એન્ટીઑકિસડન્ટો અને એન્ટી ઈન્ફાલામેટરી ગુણોથી ભરપૂર હોય છે. ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તુલસીનું પાણી ફાયદાકારક રહે છે

મધ અને ગરમ પાણી

મધમાં માઇક્રોબાયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે જે ગળાના દુખાવાને રોકવા અને સારવાર કરવામાં મદદ કરે છે. દિવસમાં 3-4 વખત ગરમ મધનું પાણી પીવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે

સ્વાસ્થ્ય સંબધિત અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

દરરોજ દોડવાથી મળશે આ અદ્ભૂત ફાયદાઓ